Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

પ્રો કબડ્ડી લીગ:: જયપુરને હરાવીને બેંગ્લુરુએ પ્લેઓફની ઉમ્મીદ કાયમ કરી....

નવી દિલ્હી: જયપુર પિંક પેન્થર્સે શુક્રવારે પંચકુલાના તાઉ દેવીલાલ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે રમાયેલી પ્રો કબડ્ડી સીઝનના મેચ નંબર 120 માં બેંગલોર બુલ્સને 41–34થી પરાજિત કરીને પ્લે-ઓફમાં જવા માટેની આશા જાળવી રાખી છે.દિપક હૂડા આ મેચમાં જયપુર તરફથી રમી રહ્યો ન હતો, પરંતુ બીજા દિપક એટલે કે દિપક નરવાલે સુપર -10 સાથે 16 રેડ પોઇન્ટ બનાવ્યા હતા જ્યારે વિશાલે હાઈ ફાઇવ પૂર્ણ કરી હતી.પવન સેહરાવાતે ફરી એકવાર બેંગ્લોર તરફથી 14 રેડ પોઇન્ટ મેળવ્યા હતા પરંતુ તે તેની ટીમને જીતી શક્યો ન હતો. 13 મેચોમાં આ સાતમી જીત છે અને પ્રો કબડ્ડી ઇતિહાસમાં જયપુર પિંક પેન્થર્સની આ સિઝનમાં પ્રથમ જીત છે.

(5:45 pm IST)