Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

આઉટ ઓફ ફોર્મ બેટરો પુજારા અને રહાણેની ફીફટીઃ ભારત ૧૬૩/૪

રહાણે ૫૮ અને પુજારા ૫૧ રન બનાવી આઉટઃ કુલ લીડ ૧૩૬ રનની થઇ

નવી દિલ્હીઃ જોહનીસબર્ગમાં રમાઇ રહેલ બીજા ટેસ્ટ મેચના ત્રીજા દિવસે લાંબા સમયથી પોતાના બેટ વડે કોઇ મોટી ઇનિંગ નહિ બતાવનાર બેટરો ચેતેશ્વર પુજારા અને અજીન્કીયા રહાણેએ ફીફટી ફટકારી છે. રહાણે ૫૮ અને પુજારા ૫૧ રન બનાવી આઉટ થયા છે.

ટેસ્ટ મેચના આજના ત્રીજા દિવસે પુજારા અને રહાણેએ સારી બેટીંગ કરી હતી. બંને બેટર લાંબા સમયથી ફોર્મમાં નથી. આજે બંનેએ ફીફટી ફટકારી હતી.

બંને સારા ફોર્મમાં દેખાતા હતા પરંતુ રહાણે ૭૮ બોલમાં ૮ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૫૮ રન બનાવ્યા હતા.

આ લખાય છે ત્યારે પુજારા પણ ૫૧ રને આઉટ થયા છે. હનુમા વિહારી અને ઋષભ પંત દાવમાં ઉતર્યા છે. ભારતે ૩૭ ઓવરમાં ૪ વિકેટે ૧૬૩ રન બનાવ્યા છે. ભારતની કુલ લીડ ૧૩૬ રનની થઇ છે.

ટીમ ઇન્ડિયાના બેટરોએ આજે બેટીંગમાં સારૂ પ્રદર્શન કરવુ પડશે. જંગી લીડ બનાવશે તો જ મેચ ઉપર પકકડ જમાવી શકશે.

(4:01 pm IST)