Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

ભારતીય ખેલાડી લોકેશ રાહુલ પ્રમાણિકતાની ચોમેર પ્રશંસાઃ થર્ડ અમ્પાયરનો નિર્ણય જાહેર થાય તે પહેલા કેચ ન કર્યાનું અમ્પાયરને જણાવી દીધુ

સિડનીઃ ઓસ્‍ટ્રેલિયાના ખાતે રમાઇ રહેલ ટેસ્ટ મેચમાં ભારતીય ક્રિકેટર લોકેશ રાહુલે પ્રમાણિકતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું છે. તેણે મેચના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાના પ્લેયર માર્કસ હેરિસનો કેચ ક્લેમ કરવાનો ઈનકાર કરી દીધો.

હેરિસ 24 રન બનાવીને બેટિંગ કરી રહ્યો હતો ત્યારે રવિન્દ્ર જાડેજાના બોલ પર એક લોફ્ટેડ ડ્રાઈવ રમી. રાહુલે છલાંગ લગાવીને કેચ કરવાનો સારો પ્રયાસ કર્યો.

કેચ જોઈને ભારતીય ટીમ ખુશ-ખુશ થઈ ગઈ અને ઉજવણી કરવાનું શરુ કરી દીધું. સમયે હેરિસ પણ નિરાશ થયો હતો. પણ અમ્પાયરને ઈશારો કરીને રાહુલે જણાવ્યું કે બોલ જમીન પર અડકી ગયો છે અને તેણે કેચ નથી પકડ્યો.

રિપ્લેમાં સાફ થયું કે. બોલ રાહુલના હાથમાં આવે તે પહેલા જમીન પર અડકી ગયો હતો. જોકે, રિયલ ટાઈમમાં એવું લાગતું હતું કે રાહુલે શાનદાર કેચ પકડ્યો છે.

રાહુલની પ્રમાણિકતા જોઈને અમ્પાયર ઈયોન ગુલ્ડે પ્રશંસા કરી. તેમણે રાહુલ તરફ ઈશારો કરીને ધન્યવાદ પણ કર્યું. તેમણે રાહુલને થમ્સ અપ કરીને થેંક્યુ કહ્યું. અમ્પાયરે રાહુલ માટે તાલી પણ પાડી. દર્શકોએ પણ રાહુલની ખુબ પ્રશંસા કરી હતી.

(4:54 pm IST)