Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

રોહિત શર્માએ શયર કરી પોતાની પુત્રીની પહેલી ઝલક

નવી દિલ્હી: ભારતના ધુરંધર બેટ્સમેન રોહિત શર્માના ઘરે પુત્રીનો જન્મ થયો છે નવા વર્ષમાં નવા મહેમાનના આવાથી રોહિત શર્માના પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

રોહિતે સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સને પુત્રીની એક ઝલક બતાવી છે જેને તેના ફેન્સે ખુબ પસંદ કરી છે. આ તસ્વીરમાં માતા-પિતાએ નાની પરની આંગળી પકડી છે. જો કે પુત્રીનો ચહેરો તસ્વીરોમાં જોવા મળતો નથી. રોહિતે ફોટો શેયર કરતા લખ્યું કે હેલો વર્લ્ડ ચલો તમામ માટે 2019 શુભમંગલ રહે.

 

(4:24 pm IST)