Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ શ્રેણીમાં શાનદાર પ્રદર્શન બદલ ચેતેશ્વર પૂજારાને BCCI મોટી ગિફ્ટ આપશે ‘એ’પ્લસ કરાર આપી શકે

ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ શ્રેણીમાં શાનદાર પ્રદર્શન બદલ ચેતેશ્વર પૂજારાને બીસીસીઆઈ ‘એ’પ્લસ કરાર આપી શકે છે પૂજારાએ ઓસ્ટ્રેલિયામાં 7 ઇનિંગ્સમાં 74.43ની એવરેજથી 521 રન બનાવ્યા છે

 . એવું મનાય રહયું છે કે પ્રશાસકોની સમિતિના પ્રમુખ વિનોદ રાય, ટીમ પસંદગી સમિતિના પ્રમુખ એમએસકે પ્રસાદ અને ટીમ મેનેજમેન્ટ સામે આ પ્રસ્તાવ રાખશે.હાલ ‘એ’પ્લસ ગ્રેડમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર અને શિખર ધવન છે. પૂજારા હાલ ‘એ’ ગ્રેડમાં છે.

 બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે પૂજારાને શાનદાર પ્રદર્શનનું ઇનામ મળવું જોઈએ. સીઓએ પ્રમુખ અને મુખ્ય પસંદગીકાર તે મુદ્દે વાત કરશે કે શું બધા ફોર્મેટના વિશેષજ્ઞો માટે ‘એ’પ્લસ ગ્રેડના નિયમમાં ફેરફાર થઈ શકે છે.
  અધિકારીએ કહ્યું હતું કે પૂજારાને ટોચની શ્રેણીમાં લાવવાથી યુવાઓમાં સંદેશો જશે કે ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શનને પ્રાથમિકતા મળે છે. ટેસ્ટ સ્પેશ્યાલિસ્ટની છાપ ધરાવનાર પૂજારાને છેલ્લા ચાર-પાંચ વર્ષથી કોઈ આઈપીએલ ટીમે પણ ખરીદ્યો નથી

(1:40 pm IST)