Gujarati News

Gujarati News

News of Friday, 4th November 2022

આઈસીસી ભારતને સેમિ.માં પહોંચાડવા માગે છે : આફ્રિદી

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરનો બફાટ : બહુ જાણીતી વાત છે કે, જ્યારે ઈન્ડિયા રમતુ હોય છે ત્યારે આઈસીસી પર દબાણ હોય છે : શાહીદનો દાવો

કરાંચી, તા.૪ : ભારતે બાંગ્લાદેશને ટી-૨૦ વર્લ્ડકપમાં હરાવીને સેમિ ફાઈનલ તરફ આગેકૂચ કરી છે અને તેનાથી ભારત વિરોધી પાક ક્રિકેટર તેમજ પાકિસ્તનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રીદીને મરચા લાગી ગયા છે.

શાહીદ આફ્રિદીએ એક પાક ચેનલ સાથે વાતચીતમાં કહ્યુ હતુ કે, ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં વરસાદના કારણે આઉટ ફિલ્ડ ભીનુ હતુ.આમ છતા અમ્પાયરોએ મેચ શરૂ કરાવી હતી. કારણકે આઈસીસી એટલે કે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલર કોઈ પણ સંજોગોમાં ભારતને સેમિ ફાઈનલમાં પહોંચાડવા માંગે છે.

આફ્રિદીએ ઉટપટાંગ વાત કરતા કહ્યુ હતુ કે, બાંગ્લાદેશના લિટન દાસની બેટિંગથી લોકો ખુશ થયા હતા.મને ખબર છે કે, ભારે વરસાદ છતા તરત જ મેચ શરૂ કરાવવામાં આવી હતી.બહુ જાણીતી વાત છે કે, જ્યારે ઈન્ડિયા રમતુ હોય છે ત્યારે આઈસીસી પર દબાણ હોય છે અને તેમાં ઘણી બધી બાબતો આવી જાય છે.ઓવરઓલ જોઈએ તો બાંગ્લાદેશે ઘણી સારી રમત બતાવી હતી.

આફ્રિદીએ કહ્યુ હતુ કે, મને લાગે છે કે બાંગ્લાદેશના કેપ્ટને પણ અમ્પાયરને ભીના મેદાન અંગે ફરિયાદ કરી હતી.પણ મને લાગે છે કે, આઈસીસી ઈન્ડિયા તરફ વધારે ઝુકાવ ધરાવે છે અને તે ઈન્ડિયાને સેમિ ફાઈનલમાં પહોંચાડવા માંગે છે.પાકિસ્તાન સામેની ભારતની મેચમાં જેમણે અમ્પાયરિંગ કર્યુ હતુ તે જ અમ્પાયર બાંગ્લાદેશ સામેની મેચમાં પણ હતા.

(7:08 pm IST)