Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

લેડી સહેવાગ તરીકે જાણીતી મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરની ડિગ્રી બોગસ? ડીએસપીની નોકરી પણ ખતરામાં

ભારતીય મહિલા ટી-૨૦ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર પર છેતરપીંડીનો મામલો દાખલ થઈ શકે છે. તેમજ તેને પંજાબ પોલીસના ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ (ડીએસપી) પદ પરથી પણ હટાવવામાં આવશે, કારણ કે પંજાબ પોલીસને તેની ગ્રેજ્યુએશનની ડીગ્રી બોગસ હોવાની માહિતી મળી છે. હરમનપ્રીત પર આરોપ છે કે તેણે બોગસ ડિગ્રીના આધારે ડીએસપીની નોકરી મેળવી છે. હરમનપ્રીતે ગ્રેજ્યુએશનની ડિગ્રી મેરઠની ચૌધરી ચરણસિંહ યુનિવર્સિટીમાંથી મેળવી હતી. ત્યાં આ ડિગ્રીને તપાસ કરવા માટે મોકલી તો યુનિવર્સિટીએ જવાબ આપ્યો કે આવો કોઈ રજીસ્ટ્રેશન નંબર હોતો નથી. હરમનપ્રીતે વિમેન્સ વર્લ્ડકપની સેમી ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે નોટઆઉટ ૧૭૧ રન કર્યા બાદ તેને પંજાબ પોલીસની ડીએસપી બનાવવાની ઘોષણા કરવામાં આવી હતી. ગયા માર્ચમાં તેને ડીએસપી બનાવવામાં આવી હતી.

(6:44 pm IST)