Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

કેપટાઉનમાં દુકાળ : ટીમ ઈન્ડિયાને નાહવા માટે ફકત ૨ મિનિટ જ પાણી મળશે

લેવલ - ૬નો ક્રાઈસીસ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે

કેપટાઉન : ભારત અને દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ આવતીકાલથી કેપટાઉનમાં પહેલો ટેસ્ટ મેચ શરૂ થવાનો છે ત્યારે કેપટાઉનમાં ખૂબ જ ગરમીના લીધે પાણીની અછત સર્જાયેલી છે. આવામાં આફ્રિકન ફાસ્ટ બોલરોને અનુ કૂળ પીચ બનાવવામાં પણ ગ્રાઉન્ડ સ્ટાફ પૂરી રીતે સફળ નથી રહ્યુ અને હવે ભારતીય ટીમને પણ શાવર માટે ફકત ૨ મિનિટ જ પાણી વાપરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. કેપટાઉનમાં હાલ લેવલ-૬નો ક્રાઈસીસ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. સ્થાનિકોને રોજનું ૮૭ લીટર અથવા મહિનાનું ૧૦ હજાર લીટર પાણી જ તંત્ર દ્વારા આપવામાં આવે છે. લેવલ-૬ના પ્રતિબંધના લીધે ફુલ - છોડમાં પણ પાણી ન પાઈ શકાય અને આ નિર્દેશોનો ભંગ કરનારને પ્રતિ એક લીટર રૂ. ૫૧,૦૦૦ જેટલો તોતીંગ દંડ પણ ફટકારવાની જોગવાઈ તંત્ર દ્વારા કરવામાં આવી છે.

(3:51 pm IST)
  • ભારતે લીધો બદલોઃ ૧૦ થી ૧૨ પાકિસ્તાની સૈનિકોને ભારતીય સેનાએ કર્યા ઠારઃ ર પાકિસ્તાની ચોકી પણ ઉડાવી access_time 1:17 pm IST

  • હાલની પરિસ્થિતિ જોતા ગુજરાત ભાજપના પ્રભારી શ્રી ભુપેન્દ્ર યાદવ બદલાય તેવી સેવાય રહેલી શક્યતા : ભાજપ હાઈકમાન્ડે પ્રભારી બદલવાનું મન બનાવી લીધું હોવાની થઇ રહેલી ચર્ચા : હાલ શ્રી યાદવને કર્ણાટકની ચૂંટણીની જવાબદારી સોંપાઈ છે. access_time 4:21 pm IST

  • મહારાષ્ટ્રમાં તોફાનોની અસર શાંત થતા ડાંગ એસટી તંત્ર દ્વારા એસટી બસની સુવિધા પુર્વવતઃ સાપુતારાથી નાસીક-શિરડી જતી બસોને લીલીઝંડી access_time 5:29 pm IST