Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

ટી-20માં બનાવ્યો ક્રિસ ગેલે અનોખો રેકોર્ડ

નવી દિલ્હી:યૂનિવર્સ બોસના નામથી પ્રખ્યાત Chris Gayle એ ટી-૨૦ ક્રિકેટનો નવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ક્રિસ ગેલ ટી-૨૦ ક્રિકેટની એક ઈનિંગમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન બની ગયા છે. ક્રિસ ગેલે બાંગ્લાદેશ પ્રીમિયર લીગની ફાઈનલમાં રંગપુર રાઈડર્સ તરફથી રમતા ઢાકા ડાયનામાઇટ્સ સામે ૧૮ સિક્સર ફટકારી હતી. ક્રિસ ગેલે પોતાનો જ રેકોર્ડ તોડ્યો, આ અગાઉ તેમને ૨૦૧૩ માં આઈપીએલમાં ૧૭ સિક્સર ફટકારી હતી.ક્રિસ ગેલે ૬૯ બોલમાં અણનમ ૧૪૬ રનની ઇનિંગ રમી જેમાં પાંચ ચોગ્ગા અને ૧૮ સિક્સરનો સમાવેશ થાય છે. ક્રિસ ગેલની આ શાનદાર ઇનિંગના આધારે રોગપુરે નિર્ધારિત ૨૦ ઓવરમાં ૧ વિકેટ ગુમાવી ૨૦૬ રનનો વિશાલ સ્કોર બનાવ્યો હતો. તેમને બ્રેન્ડન મેક્કુલમની સાથે બીજી વિકેટ માટે ૨૦૧ રનના રેકોર્ડની ભાગીદારી પણ કરી હતી. બ્રેન્ડન મેક્કુલમે ૪૩ બોલમાં ૫૧ રનની અણનમ ઇનિંગ રમી જેમાં ૩ સિક્સરનો સમાવેશ થાય છે. આવી રીતે બંનેએ મળીને ટી-૨૦ ઇતિહાસમાં એક ઈનિંગમાં સૌથી વધુ સિક્સર ફટકારવાના ટીમ રેકોર્ડની પણ બરાબરી કરી લીધી હતી. આ અગાઉ આઈપીએલની ટીમ આરસીબીએ ૨૧ સિક્સર ફટકારી હતી.

(5:40 pm IST)
  • ગાઢ ધુમ્મ્સને કારણે પંજાબની તમામ સ્કૂલોના સમયમાં ફેરફારઃ સવારે ૧૦ વાગ્યે સ્કૂલ ખુલશે access_time 11:24 am IST

  • મુંબઈ પોલીસે જીગ્નેશ મેવાણી અને JNUના ઉમર ખાલીદના કાર્યક્રમને મંજુરી ન આપી. access_time 10:57 am IST

  • હાલની પરિસ્થિતિ જોતા ગુજરાત ભાજપના પ્રભારી શ્રી ભુપેન્દ્ર યાદવ બદલાય તેવી સેવાય રહેલી શક્યતા : ભાજપ હાઈકમાન્ડે પ્રભારી બદલવાનું મન બનાવી લીધું હોવાની થઇ રહેલી ચર્ચા : હાલ શ્રી યાદવને કર્ણાટકની ચૂંટણીની જવાબદારી સોંપાઈ છે. access_time 4:21 pm IST