Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

ક્રિકેટર સબ્બીરને ફેનને ધમકાવવો પડ્યો ભારે, 6 માસનો પ્રતિબંધ

બાંગ્લાદેશ: બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી)એ સોશ્યલ મીડિયા પર ફેનને ધમકાવા બદલ અને અભદ્ર ભાષાનો પ્રયોગ કરવાના મામલે બેટ્સમેન સબ્બીર રહેમાન પર છ મહિનાનો પ્રતિબંધ લગાવ્યો છે.   

 

બીસીબીના પ્રતિબંધ બાદ સબ્બીર છ મહિના સુધી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભાગ લઇ શકશે નહી. આ મામલે સબ્બીર રહેમાન અને મોસાદિક હુસૈન બોર્ડની અનુસાશન સમિતિ સામે સૂનાવણી માટે હાજર થયા હતા. જો કે સમિતિએ હુસૈનને કોઈ પેન્લટી કરી નથી. 26 વર્ષિય સબ્બીર બાંગ્લાદેશ માટે 11 ટેસ્ટ, 45 વન-ડે અને 41 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચો રમી છે. સબ્બીર રહેમાન પર ભારતીય સ્ટાર ટેનિસ ખેલાડી અને પાકિસ્તાનના ક્રિકેટર શોએબ મલિકની પત્ની સાનિયા મિર્ઝા સાથે છેડછાડ કરવાના આરોપ પણ લાગેલા છે. જેનો ખુલાસો શોએબે જાતે જ કર્યો હતો. શોએબે દાવો કર્યો હતો કે ચાર વર્ષ પહેલા તેઓ એક ટૂર્નામેંટ રમવા માટે ઢાકા ગયા હતા, જ્યા સબ્બીરે તેની પત્ની સાથે છેડછાડ કરી હતી. શોએબે આ અંગેની ફરિયાદ ક્રિકેટ કમિટી ઓફ ઢાકા મેટ્રોપોલીસને કરી હતી. 

2017માં રાજશાહી ડિવિઝનલ નેશનલ ક્રિકેટ લીગની એક મેચ દરમિયાન ફેનને મારવાનો આરોપ પણ સબ્બીર રહેમાન પર લાગેલો છે. ઇંનિગ્સ બ્રેકમાં એક ક્રિકેટ ફેને સબ્બીર સામે જોઇને બૂમો પાડી હતી. આથી સબ્બીરે મેચની વચ્ચે જ મેદાનમાંથી બહાર જવાની પરવાનગી માંગી હતી, જે અમ્પાયરે આપતા સબ્બીર એ શખ્સને મારવા માટે સ્ક્રીન પાછળ દોડી ગયો હતો. 

સબ્બીર સામે પહેલા પણ અનુસાશનભંગ કરવા બદલ ફરિયાદો થયેલી છે જેના લીધે બોર્ડે તેને ચેતવણીઓ પણ આપી હતી. 2016માં બીસીબીએ તેને દંડ પણ ફટકાર્યો હતો.

 

(11:14 am IST)