Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

શ્રીસંતે રાહુલ દ્રવિડને ગાળો ભાંડી હતી : આઈપીએલના પૂર્વ કોચના પુસ્તકમાં ધડાકો

પૂર્વ ક્રિકેટર શ્રીસંતનું નામ હંમેશા વિવાદો સાથે જ જોડાયેલુ હોય છે. આઈપીએલના રાજસ્થાન રોયલ્સ ટીમના પૂર્વ કોચ પેઈડી એપ્ટનએ લખેલી એક પુસ્તક 'ધ બેયરફૂટકોચ'માં એવો ધડાકો કર્યો છે કે શ્રીસંતે રાહુલ દ્રવિડને ગાળો ભાંડી હતી. આ કોચે પુસ્તકમાં શ્રીસંત અને આઈપીએલ ૨૦૧૩માં ફિકસીંગ મામલે ખુલાસા કરતાં કહ્યું હતું કે તે સમયે તે રાજસ્થાન ટીમનો કોચ હતો. તેને શ્રીસંત, અજીપ ચંદેલા અને અંકિત ચૌહાણની ફિકસીંગ મામલે થોડો ઘણો અંદાજ આવી ગયો હતો.

(4:06 pm IST)