Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

હાર્દિક પંડયા પહેરે છે ૧ લાખનું શર્ટ લુઇ વિટોં પેરિસ પ્રિન્ટેડ શર્ટ સાથે દેખાયો

મુંબઇ તા. ૩ : હાર્દિક પંડ્યાની સ્ટાઇલ ખુબજ અઘરી છે. સાથે સાથે તે એટલી જ મોંઘી પણ છે. સામાન્ય લોકોનાં ગજા બહારની વાત છે. તે ખુબજ યૂનિક કપડાં પહેરવા માટે જાણીતો છે.જોકે હાલમાં થોડા દિવસ પહેલાં તે જહારે સ્થળે દેખાયો હતો.  આ સમેય તે લુઇસ વિટન પેરિસ પ્રિન્ટેડ શર્ટ પહેર્યો હતોઆ લિમિટેડ એડિશન શર્ટનો ભાવ ૧,૪૭૦ ડોલર છે. એટલે કે આશરે ૧,૦૧,૯૯૯ રૂપિયા છે. એક લાખ રૂપિયાથી વધુનાં કિંમતનાં આ શર્ટનાં ભાવમાં જો તમે મુંબઇનાં સાઉથ બાન્દ્રા જેવાં વિસ્તારમાં ભાડે ઘર રાખવાનું વિચાર તો એ પણ આવી જાય. એટલું જ નહીં તમે આટલી મોંઘી કિંમતનાં શર્ટની જગ્યાએ આપ મેક બૂક અને સાથે સાથે એર પોડ્સ પણ લઇ શકો છો. કે પછી તમે ફેશન ફેન હોવ તો તમે આવો શર્ટ જ લેવાનું પસંદ કરો. આ બધુ જ તમારી જરૂરિયાત મુજબ નક્કી થાય છે.

(3:38 pm IST)