Gujarati News

Gujarati News

News of Friday, 3rd January 2020

માનવ ઠક્કર અન્ડર -21 સિંગલ્સ કેટેગરીમાં વિશ્વનો નંબર વન ખેલાડી બન્યો :ગૌરવ હાંસલ કરનાર ચોથો ભારતીય

ફાઈનલમાં આર્જેન્ટિનાના માર્ટિન બેનેટેન્કોરને 11-3, 11-5, 11-6 થી હરાવ્યો

ભારતના યુવા ટેબલ ટેનિસ ખેલાડી માનવ ઠક્કર અન્ડર -21 સિંગલ્સ કેટેગરીમાં વિશ્વની પ્રથમ ક્રમાંક પર પહોંચી ગયા છે. 19 વર્ષના માનવે ડિસેમ્બરમાં કેનેડાના મારખામમાં આઇટીટીએફ ચેલેન્જ પ્લસ બેનિમેક્સ વર્ગોસ નોર્થ અમેરિકન ઓપન જીત્યા પછી નવીનતમ રેન્કિંગમાં આ હાંસલ કર્યો છે.

તેમણે ફાઈનલમાં આર્જેન્ટિનાના માર્ટિન બેનેટેન્કોરને 11-3, 11-5, 11-6 થી હરાવ્યા હતા. તેઓ ટોચનો ક્રમ હાંસલ કરનારા ચોથા ભારતીય છે. અગાઉ, હરમીત દેસાઇ, જી સથિયાંન અને સૌમ્યાજિત ઘોષ આ ગૌરવ પ્રાપ્ત કરી ચૂક્યા છે. માનવ ફેબ્રુઆરી 2018 માં અંડર -18 માં પણ પ્રથમ ક્રમે રહ્યા છે.

(12:24 am IST)