Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

ધોનીએ એક બેટ્સમેન તરીકે વધુ સુધાર લાવવાની જરૂર છે: વેંકટેશ પ્રસાદે

નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર વેંકટેશ પ્રસાદે જણાવ્યું છે કે પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને એક બેટ્સમેન તરીકે વધુ સુધાર લાવવાની જરૃર છે. તેમણે જણાવ્યું કે ધોનીની વિકેટકિપિંગમાં તેજ ધાર છે પરંતુ એક ફિનિશર બેટ્સમને હોવા છતાં તે એશિયા કપમાં કંઇ ખાસ પ્રદર્શન કરી શક્યાં નથી. તેમણે જણાવ્યું કે એશિયા કપમાં ભારતનું ચેમ્પિયન બનવું આગામી વર્ષે રમાનાર વર્લ્ડ કપને જોતાં મોટી વાત છે. સમગ્ર ટૂર્નામેન્ટ ધોની પાસે સારુ પ્રદર્શન કરવાની શાનદાર તક હતી પરંતુ તે ઘણો સંઘર્ષ કરતાં જોવા મળ્યા. એશિયા કપના ફાઇનલમાં જ્યારે ટીમ ઇન્ડિયાની ૮૩ રને ૩ વિકેટ પડી ગઇ હતી ત્યારે ધોની બેટિંગ કરવા આવ્યો અને ૬૭ બોલમાં ફક્ત ૩૭ રન કરીને આઉટ થઇ ગયો. તે સમયે તેની પાસે ફિનિશર તરીકે બેટિંગ કરવાની એક સારી તક હતી. પરંતુ તે નિષ્ફળ રહ્યો. ફેન્સને ધોની પાસેથી ઘણી આશાઓ હતી. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે ધોનીએ પોતાનું બેટિંગ સ્તર સુધારવું પડશે નહીં તો યુવા વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત તેના વિંગમાં સામેલ છે. ઉલ્લેખનીય છે કે મહેન્દ્ર સિંહ ધોનીએ તાજેતરમાં જ સ્ટમ્પ પાછળ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ૮૦૦ શિકારના ઝડપવાનો કિર્તીમાન સ્થાપિત કર્યો છે. બાંગ્લાદેશ સામે રમતી વખતે ધોનીને આ જાદુઇ આંકડા સુધી પહોંચવા માટે મહજ બે ખેલાડીઓના શિકાર કરવાની જરૃર હતી. એશિયા કપની ફાઇનલમાં દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ધોનીએ બાંગ્લાદેશના કેપ્ટન મુશરફ મુર્તજાને સાત રને સ્ટમ્પ આઉટ કરી ૮૦૦મો શિકાર પૂરો કર્યો હતો. આ પહેલા સેન્ચુરી ફટકારનાર ક્રિકેટર લિટન દાસને આઉટ કરી ૭૯૯ના આંકડાને સ્પર્શ કર્યો હતો. જોગાનુંજોગ આ બંન્ને ખેલાડીઓને આઉટ કરતી વખતે બોલિંગ કુલદિપ યાદવના હાથમાં હતી.

(4:57 pm IST)