Gujarati News

Gujarati News

News of Monday, 2nd July 2018

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને ઓપનર શિખર ધવનનો નવો અંદાજ જોવા મળ્યોઃ વોશરૂમમાં અરીસા સામે ઉભા રહીને ડાન્સ કર્યો

મુંબઇઃ ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા અને શિખર ધવનના વીડિયો સોશ્યલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યા છે. આ વીડિયોમાં વોશરૂમમાં આ બંને ક્રિકેટરો ડાન્‍સ કરી રહ્યા હોવાનું જોવા મળે છે.

હાર્દિકે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે અને શિખર ધવન બિંદાસ થઈને ડાંસ કરતા દેખાય છે.

ક્રિકેટની દુનિયામાં ગબ્બરના નામથી જાણીતા શિખર ધવન અને હાર્દિક પંડ્યા આ વીડિયોમાં બિંદાસ થઈને ડાંસ કરી રહ્યા છે. હાર્દિક વીડિયો પોસ્ટ કરતા લખ્યું કે, હું અને જટ્ટા (શિખર ધવન) એક્શનમાં. અમને ડાંસ કરવો અને ગીત ગાવું ખૂબ પસંદ છે. હાર્દિકે વીડિયોમાં શિખર ધવનને ટેગ પણ કર્યો છે.

શિખર અને હાર્દિક આ વીડિયોમાં વોશરૂમના અરીસા સામે ઊભા છે અને અન્ય ખેલાડી વીડિયો બનાવી રહ્યો છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 3 ટી-20, 3 વનડે અને 5 ટેસ્ટ મેચોની સીરિઝ 3 જુલાઈથી શરૂ થવાની છે.

હાર્દિક અને શિખર બંને ભારતીય ટીમના સદસ્યો છે. બંનેએ રવિવારે મેદાન પર પ્રેક્ટિસ પણ કરી હતી. હાર્દિકે બોલિંગનો તો ધવન શોર્ટ પિચ થ્રો ડાઉનનો અભ્યાસ કર્યો હતો.

(5:25 pm IST)