Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

જેમ્સ એન્ડરસન તોડી શકે છે સચિન અને કુંબલેનો મોટો રેકોર્ડ

લોર્ડ્સઃ ઈંગ્લેન્ડના દિગ્ગજ ઝડપી બોલર જેમ્સ એન્ડરસન ન્યૂઝીલેન્ડ અને પછી ભારત સામે થનારી ટેસ્ટ સિરીઝમાં અનેક રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. ૩૯ વર્ષનો એન્ડરસન ૧૬૦ ટેસ્ટ મેચમાં ૬૧૪ વિકેટ ઝડપી ચૂક્યો છે. તે ક્રિકેટ ઈતિહાસનો સર્વશ્રેષ્ઠ ઝડપી બોલર છે. એન્ડરસનના નિશાના પર મહાન ક્રિકેટર સચિન તેંડુલકર અને દિગ્ગજ બોલર અનિલ કુંબલેનો રેકોર્ડ છે. એન્ડરસને દેશમાં ૮૯ ટેસ્ટ મેચ રમી છે. અને ન્યૂઝીલેન્ડ સામે બે ટેસ્ટ અને ભારત સામે થનારી પાંચ ટેસ્ટ મેચની સિરીઝ પછી તે આંકડો ૯૬ સુધી પહોંચી જશે. આ રીતે તે સચિનનો ૯૪ ટેસ્ટ મેચનો રેકોર્ડ તોડી નાંખશે.

 એન્ડરસન આ દરમિયાન દેશમાં ૪૦૦ ટેસ્ટ વિકેટ લેનારો દુનિયાનો બીજો બોલર બની શકે છે. તેનાથી તે ૧૬ વિકેટ દૂર છે. તેણે અત્યાર સુધી ૮૯ ટેસ્ટ મેચમાં ૩૮૪ વિકેટ ઝડપી છે. શ્રીલંકાના મુથૈયા મુરલીધરને ૭૯ મેચમાં ૪૯૩ વિકેટ ઝડપી હતી. તો અનિલ કુંબલેએ ૬૩ મેચમાં ૩૫૦ વિકેટ અને સ્ટુઅર્ટ બ્રોડે ૮૨ મેચમાં ૩૩૪ વિકેટ ઝડપી છે. એન્ડરસન આગામી ટેસ્ટ મેચમાં ૬ વિકેટ ઝડપશે એટલે તે કુંબલેથી આગળ નીકળી જશે. કુંબલેના નામે ટેસ્ટમાં ૬૧૯ વિકેટ છે.

(5:29 pm IST)