Gujarati News

Gujarati News

News of Saturday, 2nd February 2019

ઝહિર ખાન ફેરીટ ક્રિકેટ બેશ અમદાવાદમાં : યુવા ક્રિકેટરોને તક

અમદાવાદ : દેશની સૌથી મોટી સેમેચ્યોર ક્રિકેટ લીગ ફેરીટ ક્રિકેટ બેશના સહ સ્થાપક અને ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડી ઝહીર ખાન સ્થાપક જશમીત ભાટીયા અને સહ સ્થાપક મિતેશ શર્માએ તાજેતરમાં અમદાવાદની મુલાકાત લીધી હતી. આ અનોખી ઈવેન્ટના ભાગરૂપે ઝહીરે અરિહંત ઈન્સ્ટીટ્યુટના વિદ્યાર્થીઓ સાથે વાત કરી પ્રેરણા પૂરૂ પાડી હતી. સાથે જ તેમણે અમદાવાદના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને તેમના સ્વપ્નોને અનુસરવા માટે તથા લીગમાં ભાગ લઈને ક્રિકેટ રમવાના તેમના ઉત્સાહને દર્શાવવા માટે એફબીસી દ્વારા રજૂ કરવામાં આવેલી ખાસ તક જીતવા માટે પ્રોત્સાહન પૂરૂ પાડ્યુ હતું. ગુજરાતના ક્રિકેટ રમવા ઈચ્છતા ઉત્સાહી યુવાનોને હવે આ રોમાંચક સાહસનો ભોગ બનવાની તક મળશે. જેમાં ૧૫ વર્ષ કરતા વધુ વયની દરેક વ્યકિત ભાગ લઈ શકે છે. સ્ટેડિયમમાં ચોક્કસ રંગની જર્સી પહેરીને રમવું, લાઈવ ટીવી પર પરિવાર અને મિત્રોનું ચિયરઅપ જેવી મહેચ્છાઓ સાકાર થશે એટલુ જ નહિં તેમને મુથૈયા મુરલીધરન, ક્રિસ ગેલ, પ્રવિણકુમાર સહિતના ધુરંધર ખેલાડીઓનું દિશાસુચન મેળવવાની તક પ્રાપ્ત થશે દિગ્ગજ ક્રિકેટર અને એફસીબીના સહસ્થાપક ઝહીર ખાને જણાવ્યું કે મારી કારકિર્દીની કેટલીક અભૂતપૂર્વ ક્ષણો ગુજરાત સાથે સંકળાયેલી છે.

(3:32 pm IST)