Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd January 2019

ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર બ્રેડ હોજ જસપ્રીત બુમરાહના કર્યા વખાણ

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર બ્રેડ હોજે જસપ્રીત બુમરાહનો સામનો કરવાને દુઃસ્વપ્ન ગણાવ્યું પરંતુ તેણે કહ્યું કે, ત્રીજા નંબરે ચેતેશ્વર પૂજારાએ બેટિંગ કરતાં સદી ફટકારી હતી જેણે બંને ટીમો વચ્ચે અંતર પેદા કર્યું હતું. હોજે કહ્યું કે, બંને ટીમોની બોલિંગલાઇન મજબૂત છે. પર્તમાં પ્રથમ સેસનને છોડી અને મેલબર્નમાં મયંક અગ્રવાલને બાદ કરતાં તમામ ઓપનરો સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા.હોજે કહ્યું કે, ત્રીજા નંબરની બેટિંગ ઘણી મહત્ત્વપૂર્ણ હતી. પૂજારાએ પોતાની વિકેટ ગુમાવ્યા વિના એક છેડો સાચવી રાખ્યો હતો. નાથન લાયને એડિલેડ અને પર્થમાં સારી બોલિંગ કરી હતી પરંતુ પૂજારાએ તેનો ઘણી સારી રીતે સામનો કર્યો હતો. ઇંગ્લેન્ડમાં પ્રથમ ટેસ્ટમાં તેને બહાર રખાયો હતો પરંતુ તેણે શાનદાર વાપસી કરી હતી. ટી-૨૦માં રમવાને બદલે તેણે યોર્કશાયર તરફથી રમવાનું પસંદ કર્યું હતું. તેણે આકરી મહેનત કરી હતી જે રંગ લાવી રહી છે.

(5:48 pm IST)