Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

અધિક કલેકટર પી.એમ. ડોબરિયાના લાડકવાયાનો લગ્નોત્સવ

રાજકોટ : અમરેલી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક તરીકે ફરજ બજાવતા અધિક કલેકટરશ્રી પી.એમા. ડોબરિયા અને શ્રીમતી રેખાબેનના સુપુત્ર ચિ. સાવનના શુભલગ્ન રાજકોટ નિવાસી જયોત્સનાબેન અને સ્વ. રસિકભાઇ ગોવિંદભાઇ ગજેરાની સુપુત્રી ચિ. પૂજા સાથે ધામધુમથી યોજાઇ ગયા. નવદંપતીનો સત્કાર સમારોહ ૧૪ માર્ચ ૨૦૧૯ ના દિવસે એલીગન પાર્ટી લોન્સ, અવધ રોડ, ખાતે શાનદાર રીતે યોજાયેલ, જેમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ ઉપસ્થિત રહી નવયુગલને શુભકામના પાઠવી હતી.

(11:42 am IST)