Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

ભાજપના પ્રદેશ અગ્રણી પ્રદીપભાઈ ખીમાણીના સુપુત્રના શુભલગ્નઃ ચિ. સાગર - ચિ. ચાંદની

રાજકોટઃ જૂનાગઢના જાણીતા અગ્રણી ભાજપ નગરપાલિકા સેલના પ્રદેશ સંયોજક અને મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમીટીના પૂર્વ ચેરમેન શ્રી પ્રદીપભાઈ ખીમાણીના આંગણે પૂ. જલારામબાપાની અસીમ કૃપાથી લાડકવાયા લાલના લગ્નોત્સવની શરણાઈઓ ગુંજી છે. શ્રીમતિ શિતલબેન તથા શ્રી પ્રદીપભાઈ પ્રાણલાલભાઈ ખીમાણીના સુપુત્ર ચિ. સાગર (એમ.એસસી.-સાયબર ક્રાઈમ)ના શુભલગ્ન શ્રીમતિ સરલાબેન તથા શ્રી જીતેન્દ્રભાઈ કરશનભાઈ ઝાલાની સુપુત્રી ચિ. ચાંદની (એમ.એસસી.-સાયબર ક્રાઈમ) સાથે ૮ ફેબ્રુઆરી ૨૦૧૯ શુક્રવારે શ્રીજી ફાર્મ એન્ડ પાર્ટી પ્લોટ, જલારામ મંદિર સામે, ઝાંઝરડા બાયપાસ, જૂનાગઢ (મો. ૯૪૨૬૮ ૧૭૦૦૦) ખાતે નિર્ધારેલ છે. હસ્ત મેળાપ સાંજે ૬.૧૯ કલાકે રાખેલ છે. ખીમાણી પરિવાર દ્વારા દાંડીયા રાસ આજે ગુરૂવારે રાત્રે ૮.૫૯ થી ૧૦.૫૯ લોઢીયાવાડી ખાતે રાખેલ છે. નવદંપતિનો સત્કાર સમારંભ તા. ૯ શનિવારે સાંજે ૬.૫૯ થી રાત્રે ૯.૫૯ કલાક સુધી માંગલ્ય પાર્ટી પ્લોટ, ગીરનાર દરવાજા, જૂનાગઢ ખાતે યોજાનાર છે.

(10:22 am IST)