Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

થર્ટી ફસ્ટ અન્વયે મંગાવેલ દોઢ લાખનો દારૂ તમાચણમાં કબ્જે

જામનગર તાલુકામાંથી એકની ધરપકડ

જામનગર,તા.૩૧ : તાલુકાના તમાચણ ગામેથી થર્ટી ફસ્ટ અન્વયે મંગાવવામાં આવેલ ઇંગ્લીશ દારૂ બોટલ નંગ- ૩૯૬ કિ.રૂ. ૧,૫૮,૪૦૦/- તથા બીયર ટીન નંગ ૬૮ કિ.રૂ. ૬૮૦૦/- તથા મોબાઇલ ફોન, વાહન મળી કુલ રૂ. ૬,૭૫,૨૦૦/- ના મુદામાલ સાથે એક ઇસમને એલ.સી.બી. પોલીસે પકડી પાડેલ છે. 

જામનગર જીલ્લાના ઇન્ચાર્જ પોલીસ વડા નીતેશ પાંડેયની સુચના તથા એલ.સી.બી.ના પો.ઇન્સ. એસ-એસ-નિનામાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પોસ.ઇ. કે.કે.ગોહીલ તથા પો.સ.ઇ. શ્રી બી.એમ.દેવમુરારી તથા પો.સ.ઇ.શ્રી આર.બી.ગોજીયા તથા સ્ટાફના માણસો થર્ટી ફસ્ટ અન્વયે જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં પ્રોહી જુગારના કેશો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા.

 દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના ભગીરથસિંહ સરવૈયા તથા સંજયસિંહ વાળાને મળેલ હકિકત આધારે જામનગર તાલુકાના તમાચણગામે માંડવરાયના મંદીર પાસે રહેતા આરોપી ઉપેન્દ્રસિહ ઉર્ફે હકુભા માધુભા પરમારના કબ્જાના મકાનમાં ફળીયામાં પડેલ અર્ટીગાકારમાંથી ઇંગ્લીશ દારૂ બોટલ નંગ- ૩૯૬ કિ.રૂ. ૧,૫૮,૪૦૦/- તથા બીયર ટીન નંગ-૬૮ કિ.રૂ. ૬૮૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-ર કિ.રૂ. ૧૦,૦૦૦/- તથા અર્ટીગાકાર નંબર જી.જે.૧૦ ડીઇ ૭ર૩૪ કિ.રૂ. ૫,૦૦,૦૦૦/- મળી કુલ રૂ. ૬,૭૫,૨૦૦/-નો મુદામાલ મળી આવતા કબ્જે કરી મજકુર આરોપી વિરૂધ્ધ પો.હેડ કોન્સ. દિલીપભાઇ તલાવડીયાએ ફરીયાદ રીપોર્ટ આપતા કાર્યવાહી કરેલ છે. દારૂ સપ્લાય કરનાર આરોપી દિપકભાઇ પરમાર મારવાડી રહે. રાજસ્થાન વાળાને પકડવાની કાર્યવાહી ચાલુ છે.

આ કાર્યવાહી એલ.સી.બી. સ્ટાફના માંડણભાઇ વસરા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, અશ્વિનભાઇ ગંધા, હીરેનભાઇ વરણવા, ભગીરથ સિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, યશપાલસિંહ જાડેજા. હિતેન્દ્રસિંહ જાડેજા, અશોકભાઇ સોલંકી, ખીમભાઇ ભોચીયા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર, લખમણભાઇ ભાટીયા, સુરેશભાઇ માલકીયા, એ.બી.જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્રારા કરવામાં આવેલ છે.

(12:54 pm IST)