Gujarati News

Gujarati News

News of Monday, 31st October 2022

ઝૂલતા પુલ દુર્ઘટના : બુધવારે રાજ્યવ્યાપી શોક જાહેર, રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ લહેરાશે.

સરકારી જાહેર કાર્યક્રમો રદ રહેશે : વડાપ્રધાનની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય

 મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનામાં સતાવાર રીતે 134 લોકોના મોત નિપજ્યા હોય રાજ્યભરમાં શોક વ્યાપી ગયો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા બુધવારે રાજ્યવ્યાપી શોક જાહેર કરવામાં આવ્યો છે.

મોરબીમાં ઝૂલતા પુલ તૂટતા જે મોટી દુર્ઘટના સર્જાઈ છે. તેને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં ગાંધીનગર રાજભવન ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગતોના શોકમાં આગામી તારીખ 2 નવેમ્બરે ગુજરાતમાં રાજયવ્યાપી શોક પાળવાનો નિર્ણય આ બેઠકમાં લેવામાં આવ્યો છે.
2 નવેમ્બરે રાજ્યમાં સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રાખવામાં આવશે તેમજ કોઈ સરકારી જાહેર સમારંભો, સત્કાર સમારોહ કે મનોરંજન કાર્યક્રમો યોજાશે નહીં. તેમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ  પટેલ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

(12:47 am IST)