Gujarati News

Gujarati News

News of Monday, 31st October 2022

દ્વારકાના સુદામાં સેતુ ઉપર પ્રવાસીઓને મર્યાદીત પ્રવેશ

આજ સવારથી તંત્રએ ખાસ વ્યવસ્થા ઉભી કરી

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા તા. ૩૧: મોરબીની ઘટનાને લઇને દ્વારકામાં પણ દિવાળીનું મીની વેકેશન ચાલી રહ્યું છે ત્યારે મોટી સંખ્યામાં પ્રવાસી યાત્રીકોનો ધસારો જોવા મળ્યો છે ત્યારે દ્વારકાનો સુદામાં સેતુ જે એક આકર્ષણ અને આસ્થાનું કેન્દ્ર બિંદુ છે.

સુંદામાં સેનુ ઉપર અવર જવર માટે મર્યાદા અને ક્ષમતા મુજબના જે યાત્રીકોને જરૂરી સુવિધાઓ સાથે અવર જવર કરવા માટે જીલ્લા કલેકટર અને સુદામા સેતુ સોસાયટીના અધ્યક્ષ એમ. એ. પંડયા જરૂરી સુચનાઓ કરી છે. ઉપરાંત દ્વારકાધીશ મંદિર પરિષદ ગોમતી ઘાટ વિગેરે સ્થળો ઉપર પણ ભારે ભીડ ન થાય અને વ્યવસ્થા સરળ બની રહે તેના માટે જરૂરી આદેશો વહિવટી તંત્રને કર્યા હોવાનું જણાવવામાં આવ્યું છે.

(1:56 pm IST)