Gujarati News

Gujarati News

News of Monday, 31st October 2022

ભાણવડ નજીક છકડા રિક્ષામાં લઈ જવાતો દારૂનો વિશાળ જથ્થો ઝડપાયો

એલસીબીની કાર્યવાહીમાં રાણાવાવના શખ્સની અટકાયત

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા, તા. ૩૧ : એલસીબી પોલીસ સ્ટાફ દ્વારા ભાણવડ પંથકમાં શનિવારે એલસીબીના પી.આઈ. કે.કે. ગોહિલની સુચના મુજબ હાથ ધરવામાં આવેલી પેટ્રોલિંગ અંગેની કામગીરીમાં એએસઆઈ કેશુરભાઈ ભાટિયા તથા જીતુભાઈ હુણને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભાણવડથી આશરે ૯ કિલોમીટર દૂર ચાર પાટીયા પાસેથી પસાર થતા જી.જે. ૧૦ ડબલ્યુ ૩૫૧૬ નંબરના છકડા રિક્ષાને પોલીસે અટકાવી, ચેકિંગ કરતા આ રીક્ષામાંથી દેશી દારૂ ભરેલા કોથળાઓ નીકળી પડ્યા હતા.

આથી પોલીસે ૨૧૦ લીટર દારૂ તેમજ છકડો રીક્ષા અને મોબાઈલ ફોન વિગેરે મળી, કુલ રૂપિયા ૫૯,૨૦૦ ના મુદ્દામાલ સાથે પોલીસે પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના રહીશ એવા પુંજા રાણા કોડીયાતર નામના રબારી શખ્સની અટકાયત કરી હતી. આ પ્રકરણમાં ઉપરોકત છકડા રીક્ષાને મોટરસાયકલ માથે મારફતે પાયલોટિંગ કરતા ગાંગડીવારા નેસ વિસ્તારમાં રહેતા જેસા વેજા મોરી નામના શખ્સનું પણ નામ ખુલતા ભાણવડ પોલીસે પ્રોહી. એકટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

(1:53 pm IST)