Gujarati News

Gujarati News

News of Monday, 31st October 2022

મોરબી દુર્ઘટનામાં વાંકાનેરના સોહીલ મીયા કાદરીનુ મોત

મોરબીના ૨ મિત્રો સાથે ફરવા ગયાને કાળનો કોળીયો બન્યા

 (મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા. ૩૧ :  મોરબીના મોડી સાંજની હતભાગી કરૂણ ઘટનામાં વાંકાનેરના એક યુવાનનું મોત થયુ છે.

જાણવા મળતી વિગત મુજબ વાંકાનેરની  મિનારા શેરીમાં રહેતા કાદરી સોહીલ મીયા  રફીક મીયા(ઉ.વ.૨૨) પોતાના બે મોરબીના મિત્રો સાથે  રવિવારની રજાને લઇને ઝુલતા પુર પર ફરવા ગયા હતા, ત્યારે આ હતભાગી ઘટના બનતા આ આશાસ્પદ યુવાનનું પણ મચ્છુ નદી પર પટકાવાથી મોત થયુ છે. યુવાનની ડેડબોડી તેના પરિવાર જનોને વહેલી સવારે સોંપતા તેના ઘેર કલ્પાંત છવાયો હતો.  મર્હૂમ યુવાનની હજુ થોડા સમય પૂર્વેજ સગાઇ થઇ હતી. પરિવારમાં બે ભાઇઓમાં તે નાનો ભાઇ હતો. અને મોબાઇલની દુકાનમાં રીપેરીંગનું કામ કરતો હતો. યુવાનની  દફનવિધિ આજે સંપન્ન કરાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૯૭૯માં મોરબી પુર હોનારત બાદ ૨૦૦૧ના ભૂકંપ પછી મોરબીની આ ત્રીજી એવી ઘટના છે જેમાં મોટા પ્રમાણમાં જાનહાની સર્જાઇ હોય, ૧૯૭૯માં મોરબી જળ હોનારત વેળા 'અકિલા' દૈનિક નો ખાસ વધારો હું મોરબી લઇ ગયેલો ત્યારે અકિલાનુ મુલ્ય માત્ર ૧૦ પૈસા હતું.

(1:17 pm IST)