Gujarati News

Gujarati News

News of Monday, 31st October 2022

હે મચ્‍છુ .....

આ સાંજ ગોઝારી હશે કોને ખબર ? મચ્‍છુ હજુય ભૂખી હશે કોને ખબર ?
વિખૂટી બે જોડી પડી, તેને કંઇ નથી પડી
મચ્‍છુ આટલી ઇર્ષાળી હશે કોને ખબર ?
ખિલખિલાટભરી ઝૂલતી હતી કંઇ જિંદગીહાસ્‍ય તળે,
આસૂ ધગધગતું હશે કોને ખબર ?
‘દેવ' સલૂણી સંધ્‍યા કાળજું કંપાવી ગઇ,
ઢળતી સાંજ છેલ્લી હશે કોને ખબર?
                દેવેન્‍દ્ર જાદવ (દેવ)

 

(11:15 am IST)