Gujarati News

Gujarati News

News of Monday, 31st October 2022

ઝૂલતા પુલ દુર્ઘટના : પુલ ઉપર લટકતા ૬૦થી વધુ લોકોને રમેશભાઈઍ દોરડાના સહારે બચાવ્યા

૬ વાગ્યાની આસપાસ પુલ તૂટતા જ બાજુમાî રહેતા પાડોશી જીવના જાખમેî દોરડા લઈને બચાવ કાર્ય શરૂ કરી દીધું

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૩૧ :  મોરબીના ઝૂલતાપુલ તૂટવાના ઘટનાના વધુ ઍક ­ત્યક્ષદર્શીઍ જણાવ્યુî હતુî કે, તેઓ પુલની બાજુમાî રહેતા હોય લગભગ ૬ વાગ્યાની આસપાસ પુલ તૂટતા તેઓ દોરડા લઈને બચાવ કાર્યમાî જાતે જ જાડાય ગયા હતા અને પુલ પર લટકતા ૬૦થી વધુ લોકોને બચાવ્યા હતા.

મોરબીના ઝૂલતાપૂલની પાસે રહેતા રમેશભાઈ દાનાભાઈ જિલરીયાઍ જણાવ્યુî હતુî કે, તેઓ બાજુમાî જ રહેતા હોવાથી પુલ તૂટતા જ તેઓ લોકોને બચાવવા દોરડા લઈને નદીમાં દોડી ગયા હતા અને પહેલા તો પુલ તૂટતા ઝૂલતાપુલ પર દોરડામાં ૬૦ વધુ લોકો લટકતા હતા અને નદીમાî પડી જાય ઍ પહેલાî જ તેઅોઍ નદીમાî ઉતરી ઍક પછી ઍક ઍમ ૬૦ વધુ લોકોને દોરડાથી લટકતા બચાવીને બહાર કાઢી લીધા હતા.પછી ૧૫ ડેડબોડીને બહાર કાઢી હતી અને ઍમાî ચાર બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. નદીની અંદર ૭૦થી ૮૦ લોકો ડૂબ્યા હોવાનુî તેમણે અનુમાન દર્શાવ્યું છે. તેઓઍ જાતે જ દોરડાના સહારે ૬૦ લોકોને બચાવી બીજા ૧૫ લોકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા.

(10:44 am IST)