Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

વંથલીના શાપુરના સગીર સહિત બે શખ્સો વિદેશી દારૂ સાથે ઝબ્બે

૬૦ બોટલ દારૂ સહિત રૂ.૪૮ હજારનો મુદ્દામાલ કબ્જે

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૩૦ : વંથલીના શાપુરના સગીર સહિત બે શખ્સોને પોલીસે ૬૦ બોટલ વિદેશી દારૂ સહિત રૂ.૪૮ હજારના મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા.

ગત રાત્રે વંથલી પોલીસનો કાફલો શાપુર ખાતે પેટ્રોલીંગમાં હતા ત્યારે જી.જે-૧૧-એ.આર.૮૩૮૪ નંબરના મોટર સાયકલ પર શાપુરનો મેહુલ હરસુખ ઝીઝુવાડીયા અને એક સગીર પસાર થતા પોલીસે બાઇક રોકી તલાશી લીધી હતી.

જેમાં બંને પાસેથી ૧ર બોટલ વિદેશી દારૂ મળી આવતા પોલીસે બાઇક સહિત રૂ.ર૪૮૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ કાર્યવાહીમા મેહુલ નાસી ગયો હતો. જયારે સગીરની ધરપકડ કરી તેની પુછપરછ હાથ ધરતા તેની પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસે મેહુલ હરસુખે દરોડો પાડયો હતો.

અહિંથી પોલીસે સુરેશ વજુભાઇ રાઠોડને ૪૮ બોટલ દારૂ સહિતના રૂ.ર૪ર૦૦ ના મુદ્દામાલ સાથે ધરપડક કરી હતી.

આમ સગીર બાળક દારૂની હેરાફેરી કરતો પકડાતા ચકચાર મચી ગઇ હતી.

(12:57 pm IST)