Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

ચાર રાજયોના વેપારીઓ સાથે ર૩ લાખની છેતરપીંડી કરનાર મિલન સખીયાને એલસીબીએ ઝડપી લીધો

શાપર-વેરાવળ અને જેતપુરની પેઢીના નામે બોગસ કેટલોગ-વેબસાઇટ બનાવી એગ્રીકલ્ચરના વેપારીઓને શિશામાં ઉતારતો'તો : બેંક ખાતામાં તથા આંગડીયા પેઢી દ્વારા રૂપીયા મંગાવી માલ ન મોકલી છેતરપીંડી : કરતો'તોઃ ઠગ મિલનને શાપર પંથકમાંથી પીઆઇ અજયસિંહ ગોહીલની ટીમે દબોચી લીધો : જુદી જુદી પેઢીના પ્રોડકટનું સસ્તા ભાવનું પ્રાઇસ લીસ્ટ આપી વેપારીઓને લલચાવી છેતરપીંડી કરતો'તોઃ મિલન સામે મહારાષ્ટ્રમાં પણ ગુન્હો નોંધાયો છે

રાજકોટ, તા., ૩૦: શાપર-વેરાવળ અને જેતપુરની પેઢીના નામે બોગસ કેટલોગ-વેબસાઇટ બનાવી ગુજરાત સહીત ચાર રાજયોના એગ્રીકલ્ચર શાપર-વેરાવળ પંથકમાંથી રૂરલ ક્રાઇમ બ્રાંચે દબોચી લીધો હતો.

મળતી વિગતો મુજબ શાપર-વેરાવળ પોલીસ મથકમાં ગત તા.ર૬ના રોજ ફરીયાદી પિયુષભાઇ રમેશભાઇ ઢોલરીયા રે.કાંગશીયાળીએ તેની શાપર-વેરાવળ સ્થિત હોટર સોલાર ઇકવીપમેન્ટ નામની પેઢીના કર્મચારી સુરેશ પટેલ અથવા તો અન્ય ધારણ કરેલ વ્યકિતએ અલગ-અલગ રાજયોના વેપારીઓને આ પેઢીના નામ-સરનામા ટ્રેડમાર્ક લોગો, ઇ-મેઇલ એડ્રેસવાળુ ખોટુ અને બનાવટી તેમજ લોભામણું એસ્ટીમેન્ટ અને પ્રાઇઝ લીસ્ટ બનાવી વ્હોટસએપ તથા અન્ય રીતે ઇન્ટરનેટના માધ્યમથી જુદા જુદા વેપારીઓને મોકલી ફરીયાદી પેઢીના નામે લાખો રૂપીયાની ઠગાઇ કરી વિશ્વાસઘાત  કર્યાની ફરીયાદ થઇ હતી. આ ફરીયાદની તપાસ રૂરલ એસપી બલરામ મીણાએ રૂરલ ક્રાઇમ બ્રાંચને સોંપતા પીઆઇ અજયસિંહ ગોહીલ તથા ટીમે ટેકનીકલ સોર્સીસ અને હ્યુમન રીસોસીંગ આધારે તપાસ કરી ઠગ મિલન રાજેશભાઇ સખીયા રે. મુંગાવાવડી તા. ગોંડલ ધંધો માર્કેટીંગ મેેનેજરને શાપર-વેરાવળ પંથકમાંથી દબોચી લીધો હતો.

પકડાયેલ ઠગ મિલન સખીયાએ પોલીસ પુછતાછમાં પોતે ગુજરાત સહીતના અન્ય રાજયોના એગ્રીકલ્ચર પ્રોડકટના વેપારીઓને વિશ્વાસમાં લેવા માટે ગુગલ ઉપર સરળતાથી મળી આવે તેવી પ્રતિષ્ઠીત પેઢીના નામ-સરનામા, કેટલોગ અને વેબસાઇટ બનાવી મુકતો હતો. આ વેબસાઇટમાં જે તે પેઢીની  પ્રોડકટનું પ્રાઇસ લીસ્ટ મુકતો હતો અને બાદમાં વેપારીઓને ફોન કરી સસ્તા ભાવે પ્રોડકટ આપવાનું કહી તેના બેંક ખાતામાં તથા આંગડીયા પેઢી દ્વારા લાખો રૂપીયા મંગાવી માલ ન મોકલી છેતરપીંડી કરતો હોવાની કબુલાત આપી હતી. ઠગ મિલન સખીયાએ બે મહિનામાં શાપર-વેરાવળ સ્થિત હોટર સોલાર ઇકયુપમેન્ટના નામે મહારાષ્ટ્રના અલગ અલગ ત્રણ વેપારીઓ સાથે કુલ પ.૬૩ લાખ તેમજ અગાઉ શિવમ એકસપર્ટ શાપર-વેરાવળ, શિવમ એકસપોર્ટ જેતપુરના નામે આંધપ્રદેશ, મહારાષ્ટ્ર, એમપી તથા કર્ણાટકના અલગ-અલગ વેપારીઓ પાસેથી ૧૮.૩૦ લાખની છેતરપીંડી કરી હતી.

પકડાયેલ ઠગ મિલન સખીયા સામે મહારાષ્ટ્રમાં પણ ૩.૪૦ લાખની છેતરપીંડી કર્યાનો ગુન્હો નોંધાયો છે. આરોપી મિલન સખીયાને શાપર-વેરાવળ પોલીસના હવાલે કરાયો છે.

આ કાર્યવાહીમાં રૂરલ ક્રાઇમ બ્રાંચના હેડ કો. મહેશભાઇ જાની, રવીદેવભાઇ બારડ, બાલકૃષ્ણ ત્રિવેદી, અમીતસિંહ જાડેજા, પો.કો. પ્રકાશભાઇ પરમાર, રહીમભાઇ દલ, મેહુલભાઇ સોનરાજ, નૈમીષભાઇ મેહતા, ભાવેશ મકવાણા તથા ઘનશ્યામસિંહ જાડેજા સહીતનો સ્ટાફ જોડાયો હતો.

(12:52 pm IST)