Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

ઉના સીમર તથા ગીરગઢડા આરોગ્ય કેન્દ્રમાં પુંજાભાઇ વંશની ગ્રાંટમાંથી મંજૂર ઓકસીજન પ્લાન્ટનું લોકાર્પણ

ઓકસીજન પ્લાન્ટ સાથે સીલીન્ડરો કોન્સન્ટ્રેટર ચેમ્બર સુવિધા

ઉના તા.૩૦ : સીએચસી તથા સીમર અને ગીરગઢડા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ધારાસભ્ય પુંજાભાઇ વંશની ગ્રાંટમાંથી રૂ.૧ કરોડ ૨૩ લાખ રર હજાર ૨૫૯ રૂપિયાના ઓકસીજન પ્લાન્ટ, ઓકસીજન સીલીન્ડરો ૬૮ નંગ કોન્સન્ટ્રેટર ડબલ ચેમ્બરના ૭ નંગનું લોકાર્પણ કરાયુ હતુ.

ઉના ગીરગઢડા તાલુકા મત વિસ્તારના ધારાસભ્ય પુંજાભાઇ બી.વંશે રાજય સરકાર અને કલેકટરશ્રીને લેખીતમાં તેમના ધારાસભ્યની ગ્રાંટમાંથી આરોગ્યના સાધનો ખરીદવા રૂ.૧ કરોડ ૨૩ લાખ રર હજાર ૨૫૯ રૂપિયા ફાળવતા ગ્રાંટ મંજૂર થઇ જતા સાધનોની ખરીદી થઇ ગઇ હતી. સામુહિક આરોગ્ય કેન્દ્રમાં રૂબરૂ ધારાસભ્ય પુંજાભાઇ વંશ, શહેર પ્રમુખ ગુણવંતભાઇ તળાવીયા, યુવા પ્રમુખ કમલેશભાઇ બાંભણીયા તથા આગેવાનોએ સરકારી હોસ્પિટલના ડોકટર એન.કે.જાદવ તથા ડો.પંપાણીયા તથા અન્ય ડોકટરની હાજરીમાં ઉના સામુહીક આરોગ્ય કેન્દ્રમાં ઓકસીજનના જમ્બો બોટલો તથા નાની બોટલો નંગ ૩૪ તથા ડબલ ચેમ્બરવાળા ઓકસીજન કોન્સન્ટ્રેટર નંગ ૪ ઓકસીજન પ્લાન્ટ ૫૦ થી ૬૦ જમ્બો સીલીન્ડર કેપેસીટીવાળો રૂ.૫૧,૬૫,૫૫૫ શરૂ થવાનો છે. તેનુ લોકાર્પણ કર્યુ હતુ.

સીમર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં શરૂ થનાર ૫૦ થી ૬૦ જમ્બો સીલીન્ડર કેપેસીટીવાળો સેન્ટ્રલ ઓકસીજન લાઇનને રૂ.૫૩,૮૮,૪૨૪ ખર્ચે તૈયાર થઇ રહે છે તે તથા ગીરગઢડા સામુહીક આરોગ્ય કેન્દ્રમાં ડબલ ચેમ્બરવાળા ઓકસીજન કોન્સન્ટ્રેટર નંગ૩ જમ્બો ઓકસીજન સીલીન્ડર નંગ ૧૪, નાના ઓકસીજન સીલીન્ડરો નંગ ૨૦ રૂ. ૮ લાખ ૨૯ હજાર ૧૪૦ રૂપિયાના સાધનો લોકાર્પણ કરવામાં આવ્યા હતા.

ઉના ગીરગઢડા તાલુકાની જનતાને કોવીડ સારવાર વિનામુલ્યે મળી રહેશે. ઓકસીજનના બાટલા માટે ભટકવુ નહી પડે અને કોરોનાની ૩જી લહેર માટે સરકારી હોસ્પિટલ સજજ થઇ ગઇ છે.

(11:38 am IST)