Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

કોરોનાની બીજી વેવમાં જૂનાગઢ શહેર-ગ્રામ્યમાં પહેલીવાર શૂન્ય કેસ

જિલ્લામાં નવા કેસમાં ઘટાડો યથાવત : અપુરતા જથ્થાને લઇ વેકિસનેશન ઘટ્યું

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ,તા. ૩૦: કોરોનાની બીજી વેવમાં જૂનાગઢ શહેર અને ગ્રામ્યમાં પહેલી વાર શુન્ય કેસ થયા છે અને જિલ્લામાં નવા કેસમાં પણ ઘટાડો યથાવત રહ્યો છે.

બીજી તરફ અપુરતા જથ્થાને લઇ વેકિસનેશન ઘટવા પામ્યુ છે.

જૂનાગઢ જિલ્લામાં ૨૪ કલાક દરમ્યાન મેંદરડામાં એક અને વંથલીમાં બે મળી કુલ માત્ર ત્રણ નવા કેસની એન્ટ્રી થઇ છે.

પહેલી વાર જૂનાગઢ સીટી અને ગ્રામ્યમાં એક પણ નવો કેસ નોંધાયો નથી આ સાથે કેશોદ, ભેંસાણ, માળીયા, માણાવદર, માંગરોળ અને વિસાવદર તાલુકામાં પણ નવા કેસની એન્ટ્રી ઝીરો રહી છે.

૨૪ કલાકમાં જૂનાગઢ સીટીનાં ત્રણ મેંદરડાના ચાર, માણાવદર -બે અને કેશોદ, માળીયા, વંથલી તથા વિસાવદરના એક -એક મળી કુલ ૧૩ દર્દી ડિસ્ચાર્જ થયા હતા.

બીજી તરફ સોમવારે ૯૬૧૯ લોકોનું રસીકરણ થયા બાદ ગઇ કાલે અપુરતા જથ્થાને લઇ જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં ૧૩૭૬ અને ગ્રામ્યમાં ૩૭૭૨ મળી કુલ માત્ર ૫૧૪૮ લોકોનું જ વેકિસનેશન થયું હતું.

(10:14 am IST)