Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

ધોરાજીમાં કોરોનાએ કહેર વર્તાવ્યો:એક જ દિવસમાં પાંચ પોઝીટીવ કેસ નોંધાયા : તંત્રમાં દોડધામ : કુલ કેસ 18 થયા

ખરાવડ પ્લોટ ,સુધરાઈ કોલોનીમાં એક-એક પુરુષ,નવા બસ સ્ટેન્ડ પાસે રહેતા મહિલા અને બહારપુરા વણકરવાસમાં પુરુષ અને ગોકુલ પાન વળી શેરીમાં મહિલાને કોરોના

ધોરાજી : ધોરાજીમાં આજે કોરોનાએ કહેર વર્તાવ્યો છે આજે એક જ દિવસમાં પાંચ કેસ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે જયારે લોકોમાં ફફડાટ ફેલાયો છે આજે આવેલ પાંચ કેસમાં ખરાવડ પ્લોટ ૪૦ વર્ષિય પુરુષ, સુધરાઈ કોલોની ૩૦ વર્ષિય પુરુષ, નવા બસ સ્ટેન્ડ પાસે ૪૬ વર્ષિય મહીલા, ગોકુલપાન વાળી શેરી ૨૨ વર્ષિય મહીલા અને બહારપુરા વણકર વાસ ૫૫ વર્ષિય પુરુષ છે

  ધોરાજીમાં અલગ અલગ વિસ્તારમાં એકી સાથે ૫ કોરોના પોઝીટીવ નોંધાતા તંત્રમા દોડધામ મચી ગઈ છે  અત્યાર સુધીમાં ધોરાજીમાં 18 કોરોના પોઝીટીવ નોંધાયા છે .

(6:54 pm IST)
  • મોટી કંપનીનું વિમાન રન-વેથી સ્લીપ થઇ ગયું ? : દેશના મોટા કોર્પોરેટ હાઉસનું ખાનગી વિમાન પરમ દિવસે હૈદ્રાબાદ એરપોર્ટ ઉપર રન-વેની બહાર ચાલ્યુ ગયાના અહેવાલો મળે છે. પાંખો અને લેન્ડીંગ ગીયર ડેમેજ થયાનું ન્યુઝ ફર્સ્ટ નોંધે છે. જો કે વિમાનમાં બેઠેલાઓ અને મુસાફરો સલામત છે. વિગતો મેળવાઇ રહી છે. access_time 3:51 pm IST

  • વસવાટ હોય તેવી સુપર-પૃથ્વીની શોધ : ૧૧ અબજ પ્રકાશ વર્ષ દુર આવેલ ''સુપર-પૃથ્વીઓ''ની વૈજ્ઞાનિકોએ શોધ કરી છે, જયાં વસવાટ હોવાની શકયતા access_time 3:53 pm IST

  • ગોંડલ અને ગોંડલ પંથકમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ શરૂ થયો છે .આ ઉપરાંત કોટડા સાંગાણી તાલુકા માં ગાજવીજ સાથે વરસાદ વરસતા ગરમીમાં રાહત થઈ છે. access_time 11:47 am IST