સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 30th June 2020

ધોરાજીમાં કોરોનાએ કહેર વર્તાવ્યો:એક જ દિવસમાં પાંચ પોઝીટીવ કેસ નોંધાયા : તંત્રમાં દોડધામ : કુલ કેસ 18 થયા

ખરાવડ પ્લોટ ,સુધરાઈ કોલોનીમાં એક-એક પુરુષ,નવા બસ સ્ટેન્ડ પાસે રહેતા મહિલા અને બહારપુરા વણકરવાસમાં પુરુષ અને ગોકુલ પાન વળી શેરીમાં મહિલાને કોરોના

ધોરાજી : ધોરાજીમાં આજે કોરોનાએ કહેર વર્તાવ્યો છે આજે એક જ દિવસમાં પાંચ કેસ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે જયારે લોકોમાં ફફડાટ ફેલાયો છે આજે આવેલ પાંચ કેસમાં ખરાવડ પ્લોટ ૪૦ વર્ષિય પુરુષ, સુધરાઈ કોલોની ૩૦ વર્ષિય પુરુષ, નવા બસ સ્ટેન્ડ પાસે ૪૬ વર્ષિય મહીલા, ગોકુલપાન વાળી શેરી ૨૨ વર્ષિય મહીલા અને બહારપુરા વણકર વાસ ૫૫ વર્ષિય પુરુષ છે

  ધોરાજીમાં અલગ અલગ વિસ્તારમાં એકી સાથે ૫ કોરોના પોઝીટીવ નોંધાતા તંત્રમા દોડધામ મચી ગઈ છે  અત્યાર સુધીમાં ધોરાજીમાં 18 કોરોના પોઝીટીવ નોંધાયા છે .

(6:54 pm IST)