Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

દ્વારકામાં પુરૂષોત્તમ મહિનાની પૂનમે ભાવિકો ઉમટયા

દ્વારકા : યાત્રાધામમાં પવિત્ર પુરૂષોત્તમ માસના તેરમાં દિવસે પણ યાત્રિકોનો પ્રવાહ રહ્યો હતો. અધિક માસ ની મોટી પૂનમ હોવાથી હજારોની સંખ્યામાં યાત્રિકોએ ગોમતી સ્નાન કર્યુ હતુ અને મંદિરના બંને પ્રવેશ દ્વારે મોક્ષદ્વાર અને સ્વર્ગદ્વાર ઉપરથી યાત્રિકોએ મંદિરમાં પ્રવેશ કર્યો હતો. દ્વારકાધીશ મંદિરમાં પણ વહેલી સવારે મંગળા આરતી લઇને આજે ભગવાન દ્વારકાધીશજીના શણગાર આરતી અને બપોરના રાજભોગના દર્શન સુધી ભાવિકોનું ઘોડાપુર ઉમટી પડયુ છે. દર માસની પૂનમની તિથિ કરતા અધિકમાસના કારણે ભાવિકોનો ભકિતનો રંગ કાંઇક અલગ છે. મંદિર પરિસર સહિત દરેક નાના નાના મંદિરો તથા મુખ્યત્વે રૂક્ષ્મણી મંદિર (નાગેશ્વર જયોર્તિલીંગ) અને બેટ દ્વારકામાં પણ યાત્રિકોનો વધુને વધુ પ્રવાહ છે.(તસ્વીર - અહેવાલ : વિનુભાઇ સામાણી, દ્વારકા)

(12:09 pm IST)