Gujarati News

Gujarati News

News of Tuesday, 30th April 2019

અમરેલી સબ જેલમાં આરોપીએ ધાર્મિક લાગણી દુભાવી એ.એસ.પી.ની ફરજમાં રૂકાવટ કર્યાની રાવ થતા ચકચાર

અમરેલી તા. ૩૦ :.. અહીંની સબ જેલમાં એ. એસ. પી. તરીકે ફરજ બજાવતા પ્રેમસુખ ડેલુ સાથે જેલમાં રહેલા આરોપી ઇલ્યિાસ હબીબભઇ કેરૂન (રે. ધારી) નામના શખ્સે કેટલાક ઉચ્ચારણો સાથે ધાર્મિક લાગણી દુભાવી પોતાના ગંજી-ઝભ્ભો ફેંકી કાયદેસરની ફરજમાં રૂકાવટ ઉભી કરી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ સીટી પોલીસમાં  થવા પામતા આ અંગે ચકચાર જાગી છે.

જેલના શાંત અને ધર્મનિરપેક્ષ વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કર્યાનો ગુન્હો નોંધાતા આ અંગેની તપાસ સીટી પો. ઇન્સ. એમ. એ. મોરીએ હાથ ધરી છે.

(3:29 pm IST)