Gujarati News

Gujarati News

News of Tuesday, 30th April 2019

પોરબંદરમાં ચૂંટણી બાદ પાણી પ્રશ્ને કોઇ દાદ આપતું નથીઃ ૯ દિવસથી પાણી વિતરણ ઠપ્પ

પોરબંદર તા. ૩૦ : લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ લોકોના પાણી પ્રશ્ને તંત્ર દાદ આપતું નથી. ભાટીયા બજાર, નાગરવાડા, સલાટવાડા, ભોંયવાડા અને ખારવાવાડ સહિતના વિસ્તારોમાં ૮ થી ૯ દિવસથી પાણી વિતરણ બંધ હોય દેકારો મચી ગયો છે.

ચૂંટણી પહેલા પ્રચારમાં જતા ઉમેદવારો અને નેતાઓને લોકો પાણી પ્રશ્ને ઘેરાવ અને ઉગ્ર રજુઆતો કરતા હોય પ્રચારમાં જતા પહેલા ઉમેદવારો અચકાતા હતા. પ્રચારમાં આવેલા ઉમેદવારોને પાણી પ્રશ્ને રજુઆત બાદ હૈયાધારણ આપવામાંં આવતી હતી. નગરપાલિકામાં વહાલ દવલાની નીતિને લીધે કેટલાંક કાઉન્સીલરોના વિસ્તારોમાં પુરતુ પાણી વિતરણ જયારે અન્ય કોર્પોરેટરના વિસ્તારોમાં પાણી વિતરણ ઠપ્પ હોય આ વિસ્તારના કોર્પોરેટરને તેના વિસ્તારમાં નીકળવું મુશ્કેલ પડી રહ્યું છે.શહેરમાં પાણી વિતરણ વ્યવસ્થા કલેકટરના માર્ગદર્શન હેઠળ થાય તેવી માગણી ઉઠી છ.ે શહેરમાં નાગરવાડા, ભાટીયા બજારમાં પાલિકાએ પાણીની ટાંકી મુકી છે. પરંતુ સમયસર ભરવામાં આવતી ન હોય આ વિસ્તારમાં લોકોને પાણી પ્રશ્ને હાડમારી ભોગવે છે.

(1:30 pm IST)