Gujarati News

Gujarati News

News of Tuesday, 30th April 2019

મોરબી કરોડોના જીએસટી કૌભાંડમાં વધુ એક આરોપી જીજ્ઞેશ કાસુન્દ્રાની ધરપકડ

SOGની ટીમે અગાઉ ૧૪ આરોપીની ધરપકડ કરી'તી : જીજ્ઞેશ રીમાન્ડ પર : ૨૦૧૯-૨૦ના હોદ્દેદારોની ચૂંટણી યોજાશે

મોરબી તા. ૩૦ : જીએસટી કૌભાંડ આ મામલે મોરબી એસ.ઓ.જી.એ એક આરોપીની ધરપકડ કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ મોરબી રાજય વેરા અધિકારી ૧ એઙ્ગ સરકાર તરફથી ફરિયાદ જાહેર કરી હતી. જેમાં આરોપીઓએ નાગરિકોને વિશ્વાસમાં લઈ તેઓના ડોકયુમેન્ટ તથા ફોટો મેળવી સરકારનો વેરો નહીં ફરવાના ઇરાદાથી અગાઉ ગુનાહિત કાવતરૃં રચ્યું હતું. સાધારણ નાગરિકોને ખોટા બહાના હેઠળ ભોળવી તેમના ડોકયુમેન્ટ નો ઉપયોગ કરી કુલ ૧૬ બોગસ પેઢીઓ બનાવી હતી અને તેના જીએસટી નંબર મેળવી તેના આધાર પર કુલ ૩૮૫૨ ઈ-બિલ વેરો રૂપિયા ૧૭ કરોડ ૭૬ લાખ ૬૦ હજાર ૫૫૬ રૂપિયા નો સરકારી તિજોરીમાં નહીં ભરી સરકાર સાથે વિશ્વાસઘાત કરી ગુનાહિત કાવતરું રચ્યું હતું અને સાધારણ નાગરિકોના ડોકયુમેન્ટ નો ઉપયોગ કરી ગુનો આચર્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે ૧૪ આરોપીની ધરપકડ કરી હતી. જે બાદ આજે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.ઙ્ગ

પોલીસ અધિક્ષક કરનરાજ વાઘેલાની સૂચના અને માર્ગદર્શન હેઠળ તપાસ દરમ્યાન મોરબી એસ.ઓ.જી પોલીસે આ ગુનાના આરોપી અજય ઉર્ફ જીગ્નેશ ધીરૂભાઈ કાસુન્દ્રા (ઉં.વ. ૨૯)ની ધરપકડ કરી હતી. હાલ પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે જ આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓને પકડવા પણ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

(1:04 pm IST)