Gujarati News

Gujarati News

News of Tuesday, 30th April 2019

ચોટીલામાં વરલી મટકાનું નેટવર્ક ઝડપાયુઃ બેની અટકાયત

ચોટીલા તા. ૩૦ :.. પીઆઇ કે. ડી. નકુમના માર્ગદર્શન નીચે શહેરમાં વરલીનાં નેટવર્કને ભેદવા ટાઉન બીટનાં વિજયસિંહ સોલંકી, રાયધનભાઇ આહીર, ફારૂકભાઇ, શેખાભાઇ સહિતનાં સ્ટાફે વોચ ગોઠવતાં પોલીસનાં હાથે શહેરનાં ઘાચીવાડમાં રહેતા સલીમ કરીમભાઇ બાવનકા અને નીરૂ સોમાભાઇ અજાડીયા તેઓનાં અંગત ફાયદા માટે આંક ફરકનો પૈસાની હારજીતનો જૂગાર રમી રમાડતાં મોબાઇલ ફોન, ડાયરી, પેન અને રોકડા રૂ. ૩૭પ૦ સાથે ઝડપાઇ જતા બન્ને ની પુછપરછ હાથ ધરતાં બન્ને ઇસમો વરલીની કપાત હકાભાઇ ઉર્ફે હિંમત અરજણભાઇ રાઠોડ પાસે કરાવતા હોવાની કેફીયત આપતા પોલીસે ત્રણેય વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ચોટીલામાં છેલ્લા ઘણા સમયથી અનેક ઠેકાણે, આંકડાનો જૂગાર અલગ અલગ સ્થળે કમીશન એજન્ટો મારફત મોબાઇલ નેટવર્ક ઉપર વરલી મટકાની બજાર ચાલતી હોવાની બુમ ઉઠેલ હતી અને આની પાછળ કોઇ ચોકકસ લોકોનો હાથ હોવાની પણ સંભાવના છે ત્યારે સમગ્ર જૂગારની પાછળ મુખ્ય બુકી કોણ તે અંગે પોલીસ તપાસ હાથ ધરેલ છે અને પકડાયેલ બે આરોપીઓની શહેરમાં સબક રૂપી સરભરા કરતા અનેક લોકોનાં મોબાઇલ બંધ થઇ ભુગર્ભમાં ચાલ્યા ગયેલ હોવાની ચર્ચા ઉઠેલ છે.

(1:02 pm IST)