Gujarati News

Gujarati News

News of Tuesday, 30th April 2019

ધોરાજી નગરપાલિકા દ્વારા ડહોળા પાણીનું વિતરણઃ કલેકટરને રજુઆત

ધોરાજી તા.૩૦: નગરપાલિકા દ્વારા છેલ્લા ત્રણ દિવસોથી પીવાના પાણીના ધાંધીયા થતા અને પાણી પણ ડહોળું અને ફિલ્ટર થયા વગરનું અપાતા લોકોમાં દેકારો મચ્યો હતો. ધોરાજી ભાજપના નગર સેવકો અને આગેવાનો દ્વારા એક લેખીત આવેદનપત્ર ડે કલેકટરને આપેલ.

આ તકે ધોરાજી નગરપાલિકાના સદસ્ય પરશેશભાઇ વાગડીયાએ જણાવેલ કે ધોરાજી શહેરમાં લોકોને સપ્તાહમાં એક વખત પાણી આવે છે અને તે કોંગ્રેસ શાસીત નગરપાલિકા દ્વારા વિતરણ કરવામાં આવે છે જે પણ અત્યંત ગંદુ અને ડહોળું પાણી પીવાથી લોકોના આરોગ્ય પર ખતરો ઉભો થાય છે.

સપ્તાહમાં માત્ર ૧ દિવસ પાણી આપે છે. અને તે ડહોળું અને ન પીવાય તેવું આવેદન મુજબ તાત્કાલિક શુદ્ધ પાણી વિતરણ નહી કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.

આ તકે પરેશભાઇ વાગડીયા, જયેશભાઇ વઘાસીયા,ગોપાલભાઇ કોપાણી, કિરીટ વઘાસીયા, કલ્યાણજીભાઇ ત્રાડા, મહેશ પટેલ, વિજય બાવરીયા,  લખાભાઇ કોળી અને મનીશ કંડોલીયા સહિતના અગ્રણીઓ એ ડે.કલેકટરને આવેદનપત્ર આપેલ હતું.

(10:46 am IST)