Gujarati News

Gujarati News

News of Tuesday, 30th April 2019

મધ્યપ્રદેશનાં આદિવાસી કલાકારો દ્વારા સોમનાથમાં સુર આરાધના :

પ્રભાસપાટણ : શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યે મધ્યપ્રદેશનાં છીંદવાડાનાં કલાકારો દ્વારા તેઓનું પારંપારિક લોકનૃત્યની પ્રસ્તુતિ કરી અનેરી અનુભુતિ કરેલ હતી આ નૃત્ય મધ્યપ્રદેશનું પ્રમુખ આદિવાસી નૃત્ય છે. તેઓ આ નૃત્ય રક્ષાબંધન-નૂતનવર્ષમાં સહિતના તહેવારોમાં ખુશીઓ વ્યકત કરવા પ્રસ્તુત કરે છે. આ નૃત્યમાં કલાકારો પાંચ વર્ષથી ૪૦ વર્ષ સુધીનાં હોય છે. મધ્યપ્રદેશમાં વન્ય વિસ્તાર આવેલ છે. સાથે દેશ પ્રેમની ઝલક પણ  આ નૃત્યમાં દેખાઇ આવે છે શ્રી સોમનાથ મંદિરે આવતા દર્શનાર્થીઓએ પણ આ લોકનૃત્યનો લ્હાવો લીધેલ હતો શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ કલાવૃંદને સન્માનીત કરવામાં આવે તે પ્રસંગની તસ્વીર.(તસ્વીરઃ દેવાભાઇ રાઠોડ)

(10:45 am IST)