Gujarati News

Gujarati News

News of Tuesday, 30th April 2019

સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદાની કેનાલોમાં નબળા કામ

વઢવાણ તા. ૩૦ : જિલ્લામાં છેલ્લા ૬ માસમાં પાટડી, ધ્રાંગધ્રા, લીમડી, વઢવાણ અને જિલ્લા ના અનેક તાલુકાઓમાંથી પસાર થતી ૧૦થી વધુ માઇનોર કેનાલ માં ગાબડાં ઓ પડ્યા છે. જેના કારણે હજારો ગેલન પાણીનો બગાડ થયો છે. ત્યારે જિલ્લાના તાલુકાઓમાં હાલ પાણીની ખૂબ વિકટ સમસ્યા સર્જાઇ છે.

ત્યારે હાલ નર્મદાની જિલ્લાની નર્મદાની કેનલોમાં અવારનવાર નબળું કામ સામે આવ્યુ છે. ત્યારે અનેક વખત જિલ્લાના ખેડૂતો દ્વારા નર્મદા કેનાલમાં ભસ્તાચાર અને નબળું કામ થતું હોવાનું તંત્રને ધ્યાને દોર્યુ છે. છતાં હજુ સુધી કોઈ પણ આ નર્મદાના નબળા કામ અંગે તંત્ર દ્વારા તાપસ આરંભવામાં આવી નથી. અને તંત્ર સાવ આ બાબતે નિષ્ફળ નીવડ્યું છે.

ખેડૂત અગ્રણી મોહન ભાઈ પટેલ જણાવે છે કે જે પેટા કેનલોમાં ૨૦૦૭માં પાણી વહેતા થવા જોઈ એ હતા તે હજ સુધી થયા નથી. અને માઇનોર કેનલોમાં વગર પાણી છોડયે ગબડા ઓ પડવા માંડ્યા છે.અનેક વખત રાજયસરકારમાં આ બાબતે ઝાલાવાડ માં ખેડૂતો એ નબળા કામ બાબતે ધ્યાન દોર્યુ છે. છતાં હજુ સુધી આ બાબતે કોઈ પણ જાતની તાપસ કરવામાં આવી નથી.

(10:37 am IST)