Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

વાંકાનેર બૌદરી ટોલનાકા પાસેથી 1000થી વધુ ઈંગ્લીશ દારૂની પેટી ભરેલો ટ્રક ઝડપાયો :59 લાખથી વધુનો મુદામાલ જપ્ત

12 હજારથી વધું બોટલ સહિતના મુદામાલ સાથે ડ્રાઈવર મહેન્દ્ર યાદવની ધરપકડ

રાજકોટ :મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાંકાનેર બૌદરી ટોલનાકા પસેથી ઈંગ્લીશ દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે ટોલનાકા પસેથી એક તર્ક 1000થી વધુ પેટી ઈંગ્લીશ દારૂ સહિતં 59 લાખથી વધુના મુદ્દમાલ સાથે ટ્રક ડ્રાઈવર મહેન્દ્ર યાદવની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

 નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ રેન્જના સંદિપસિંહની આર આર સેલના પો,સ,ઈ,એમ,પી,વાળા અને તેની ટીમને પ્રોહિબિશન અંગે અસરકારક કામગીરી માટે સૂચના અપાતા એની ટીમના પેટ્રોલિંગ માં હતા ત્યારે ટોલનાકા પાસેથી ટ્રક ન, કેએ 52 9726 કિંમત 15 લાખ અને દારૂની બોટલ 12006 કિંમત 44,27,050 અને તાલપત્રી રસો મોબાઈલ રોકડા મળીને કુલ 59,34,050ના મૂળમાળ સાથે ડ્રાઈવર મહેન્દ્ર યાદવ રહે યશવત્રવસી નગર પનવેલ રોડ ગોવંડી મુંબઈની અટક કરીને તપાસ હાથ ધરી છે

  આ દારૂનો જથ્થો આણંદ ખાતેની તારાપુર ચોકડી પાસેથી ટ્રક સોપનાર અભયરાય રહે બિહાર અને દારૂ મોકલનાર બ્રિજેશકુમાત અને બિલ્ટી પોરબંદરની બનાવેલ હોય માલ મંગાવનાર વિરુદ્ધ ગુન્હો નોંધ્યો હતો

(12:24 am IST)