Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

સુરેન્દ્રનગરના અખીયાણા પાસે દારૂ સાથે ૨ ઝડપાયા

વઢવાણ, તા.૩૦: બજાણા પોલીસે માલવણ હાઇવે પર દારૂના જથ્થા સાથે ગાડી પકડી હતી. જેમાં ૧૭૫ બોટલો અને કાર સાથે કુલ રૂ. ૧.૫૩ લાખના મુદામાલ સાથે મધ્યપ્રદેશના બે શખ્સોને ઝબ્બે કર્યા હતા. માલવણ હાઇવે પરથી ઇંગ્લીશ દારૂ ભરેલી ગાડી નિકળવાની હોવાની પોલીસને મળેલી બાતમીના આધારે છટકું ગોઠવ્યું હતુ. આ સમયે શંકાસ્પદ હાલતમાં નિકળેલી ગાડીનો ફિલ્મી ઢબે પીછો કરી માલવણથી પાંચ કિલોમીટર દુર અખીયાણા ગામના બોર્ડ પાસેથી આંતરીને સઘન તલાશી લીધી હતી. જેમાં ગાડીમાંથી રૂ. ૫૨,૫૦૦ની કિંમતની ૧૭૫ નંગ દારૂની બોટલો, રૂ. ૫૦૦નો મોબાઇલ ૧, રૂ. ૧ લાખની કિંમતની ગાડી કુલ રૂ. ૧,૫૩,૦૦૦ના મુદામાલ મળી આવ્યો હતો. આ બનાવમાં મધ્યપ્રદેશના અલીબજાર જિલ્લાના કઠેવાડા ગામના ૨૨ વર્ષીય મુકેશ લઘરસિંગ બામણીયા અને ૨૦ વર્ષીય શીવરાજ રમણભાઇ ડામોરને પકડી લીધા હતા. આ દરોડામાં પીએસઆઇ કે.આર. કાપડીયા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

(4:03 pm IST)