Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

સુરેન્દ્રનગર મહિલા કોંગ્રેસ દ્વારા આવેદન

 વઢવાણઃ પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીના નિવેદન સામે સુરેન્દ્રનગર જિલ્લામાં મહિલાઓ અને કોંગ્રેસ આગેવાનોએ નારી જગતનું અપમાન નહીં સહેંગે ગુજરાતના નારા લગાવી કલેકટર કચેરીમાં આવેદનપત્ર આપી ભાજપ પ્રદેશ પ્રમુખ સામે કડક પગલાની માંગ કરવામાં આવી હતી. આ પ્રસંગે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનુભાઇ પટેલ, જિલ્લા મહિલા પ્રમુખ ગીતાબેન રંગપરા, સુરેન્દ્રનગર શહેર મહિલા પ્રમુખ ઝંખનાબેન ભગત, સુબોધભાઇ જોષી સહિતના આગેવાનો ઉપસ્થિત રહી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.(તસ્વીર-અહેવાલઃ ફઝલ ચૌહાણ, વઢવાણ)(૧.૧૬)

(3:59 pm IST)