Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

ભેંસાણનાં રાણપુર ગામે વાડીએ જુગાર રમતા ૮ ઝડપાયા

 જુનાગઢ, તા., ૩૦: ભેંસાણ તાલુકાના રાણપુરનો પટેલ મોહન ગોકળ ઉસદડ તેની ગામની સીમમાં આવેલ વાડીએ જુગાર રમાડતો હોવાની બાતમી મળતા ભેંસાણના ઇન્ચાર્જ પીએસઆઇ આર.આર. ચૌહાણ ગઇકાલે સાંજે સ્ટાફ સાથે દરોડો પાડયો હતો.

પોલીસે આ કાર્યવાહીમાં મોહન ઉસદડ ઉપરાંત કાદર રજાક કાબરા-રાણપુર, હિરેન ચંદુ જસાણી-સામતપરા, ઇમરાન આમદ -જુનાગઢ, હિતેષ દલપત ભટ્ટ-ભલગામ, કૈલાસ જગદીશ ઠાકર-વિસાવદર, રફીક ગફાર સોલંકી-વિસાવદર, ધના પુના ડોડીયા- છોડવડી સહીત આઠ જણાને રૂ. ૪૬,૭૦૦ બી રોકડ સાથે જુગાર રમતા પકડી પાડયા હતા.આ જુગારીઓ પાસેથી રોકડ ઉપરાંત પાંચ  મોબાઇલ સહીત કુલ રૂ. ૪૯રપ૦ની કિંમતનો મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો.(૪.૨)

(11:40 am IST)