Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

ટંકારામાં દેશભકિત ગીત સ્પર્ધા યોજાઈ

ટંકારા : આર્ય સમાજ સંચાલિત આર્યવીર દળ દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી દેશભકિત ગીત સ્પર્ધા, ઓપન ટંકારા તાલુકા યોજીને ઉમંગભેર કરાયેલ. દેશભકિતના એક એક ગીત લોકોએ તાલીઓના ગડગડાટથી વધાવેલ. લોકોમાં દેશભકિતનો જુવાળ સર્જાયેલ. આર્યસમાજ દ્વારા દેશભકિત દ્વારા આપણને મળેલ મહામુલી આઝાદીનો ઈતિહાસ રજૂ કરાયેલ છે. ભરતભાઈ વડઘાસીયા, હિમાંશુ જોષી, દેવકુમાર આર્યે આઝાદી જંગમાં બલિદાન આપનારા ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, વીર સાવરકર, સુખદેવ, રાણી લક્ષ્મીબાઈ, સુભાષચંદ્ર બોઝ સહિત અનેક શહીદોને યાદ કરી. તેઓએ આપેલ બલિદાનોથી આઝાદી મળ્યાનું જણાવેલ. દેશભકિત ગીત સ્પર્ધામાં ૧૫૦થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધેલ. ફાઈનલ રાઉન્ડમાં વીસ સ્પર્ધકો હતા. તેમાં એ ગ્રુપ તથા બી ગ્રુપ બંનેમાં છોકરીઓ મેદાન મારી ગયેલ અને વિજેતા બનેલ. એ ગ્રુપ પ્રથમ કડીવાર ધ્રુવી, દ્વિતીય ગોસ્વામી, અવની તૃતીય ચૌધરી સરમી. બી ગ્રુપ પ્રથમ પટેલ પૂજા, દ્વિતીય ઢેઢી કિંજલ, તૃતીય ચનીયારા ડોલી વિજેતા બનેલ. તમામ સ્પર્ધકો તથા વિજેતાઓનું આર્યવીર દળ તથા ગ્રામજનો દ્વારા પ્રોત્સાહક ઈનામો આપી સન્માન કરાયેલ. સ્પર્ધામાં વાતપુરથી દયાળજીભાઈ આવેલ. હસમુખભાઈ પરમાર સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેલ. સ્પર્ધાને સફળ બનાવવા આર્યવીરોએ જહેમત ઉઠાવેલ. નિર્ણાયક તરીકે ઉષાબેન ભીમાણી, રજનીકાંત મોરસાણીયા, કવલ ધોળકીયાએ સેવા આપેલ. સ્પર્ધાની તસ્વીરો. (તસ્વીરઃ હર્ષદરાય કંસારા, ટંકારા)(૪૫.૩)

 

(11:39 am IST)