Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

જામકંડોરણા તાલુકા કક્ષાનો પ્રજાસતાક દિન સાજડીયાળીમાં ઉજવાયો

જામકંડોરણાઃ તાલુકા કક્ષાના પ્રજાસતાક દિનની ઉજવણી જામકંડોરણા તાલુકાના સાજડીયાળી ગામે પ્રાથમિક શાળામાં મામલતદાર એચ. આર. અપારનાથીના હસ્તે સાજડીયાળી પ્રાથમિક શાળાના પટાંગણમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. દેશભકિતગીત, બાલગીત, અભિનય, શહાદતગાતા, પરેડ સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. તેમજ વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજાયો હતો. મામલતદાર એચ. આર. અપારનાથી તેમજ રાજકોટ જીલ્લા દુધ સંઘના ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયા તેમજ ઉપસ્થિત આગેવાનો તથા અધિકારીઓના હસ્તે સીનીયર સીટીઝનનું સન્માન, શાળાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન, તેજસ્વી તારલાઓનું સન્માન, વિશિષ્ટ વ્યકિતઓનું સન્માન કરવામાં આવેલ. આ તાલુકા કક્ષાના પ્રજાસતાક પર્વની ઉજવણી પ્રસંગે જામકંડોરણા મામલતદારશ્રી અપારનાથી, રાજકોટ જીલ્લા દુધ સંઘના ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયા, પી.એસ.આઇ. ગોજીયા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ કરશનભાઇ સોરઠીયા, તાલુકા વિકાસ અધિકારી પટેલ, સરપંચશ્રી તેમજ કાનજીભાઇ પરમાર, પ્રતિપાલસિંહ જાડેજા સહિતના આગેવાનો તેમજ વિશાળ સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી આ પર્વની ઉજવણી કરી હતી. (તસ્વીર મનસુખભાઇ સી. બાલધા) (૧૧.૩)

(11:35 am IST)