Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

દિગમ્બર જૈન મુની મુદિતસાગરની શોધખોળ માટે ગિરનાર જંગલમાં પોલીસનું સર્ચ ઓપરેશન

ડીવાયએસપી એમ.એસ. રાણાની આગેવાનીમાં ૩૦ પોલીસ કર્મીઓની કવાયત

 જૂનાગઢ, તા. ૩૦ :. દિગમ્બર જૈન મુની મુદિતસાગરની શોધખોળ માટે આજે સવારથી વિશાળ પોલીસ કાફલાએ ગિરનાર જંગલમાં સર્ચ ઓપેરેશન હાથ ધર્યુ છે.

જૂનાગઢના ભવનાથ સ્થિત વિશ્વ શાંતિ નિર્મલ ધ્યાન કેન્દ્રના દિગમ્બર જૈન મુની મુદિતસાગર ગુરૂ સુનીલસાગર (ઉ.વ. ૩૫) ગત તા. ૨૩ જાન્યુઆરીથી ગૂમ થયા છે.

૨૬ જાન્યુઆરીએ આ જૈન મુની લાપત્તા થયાની જાણ કરાતા ભવનાથ પોલીસે શોધખોળ હાથ ધરી હતી.

મધ્ય પ્રદેશના વતની અને હિન્દી તેમજ પ્રાકૃત ભાષા જાણતા મુદિતસાગરજીની સાત દિવસે પણ ભાળ નહિ મળતા આઈજીપી સુભાષ ત્રિવેદી અને એસપી સૌરભ સિંઘની સૂચનાથી નાયબ પોલીસ અધિક્ષક મહાવીરસિંહ રાણાની આગેવાનીમાં જૂનાગઢ પોલીસ ડિવીઝનના પોલીસ કાફલાએ સવારથી ગિરનાર જંગલમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે.

આ જૈન મુનીની ભાળ મેળવવા અગાઉ વન વિભાગના કાફલાએ ગિરનાર જંગલ ખુદયુ હતું, પરંતુ તેમાં કોઈ સફળતા મળી ન હતી.

ડીવાયએસપી એમ.એસ. રાણાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે, ગૂમ થયેલા જૈન મુની મુદિતસાગરજી ગિરનાર જંગલમાં હોવાની શકયતાને લઈને આજે સવારથી જૂનાગઢમાં ગિરનાર દરવાજા ખાતેથી ગિરનાર જંગલમાં પગપાળા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવેલ છે.

ડીવાયએસપી શ્રી રાણાની સાથે ભવનાથના પીએસઆઈ વિપુલ નાણાવટી તથા તેમનો સ્ટાફ ઉપરાંત જૂનાગઢ એ.બી.સી. તથા તાલુકા અને ભેંસાણના પોલીસ કર્મીઓ સહિત ૩૦નો કાફલો સર્ચ ઓપરેશનમાં જોડાયો છે.

સાંજ સુધી ગિરનાર જંગલનાં ખૂણેખૂણાની આ પોલીસ કાફલા દ્વારા તલાશી લવામાં આવશે.(૨-૭)

 

(11:32 am IST)