Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

ઉના પાસે ચેક પોસ્ટમાં ૫૪ બોટલ દારૂ સાથે ર શખ્સો ઝડપાયા

ઉના તા.૩૦: પોલીસે ગરાળ ગામેથી ત્યાં અહેમદપુર માંડવી ચેકપોસ્ટ પાસેથી ૫૪ બોટલ વિદેશી દારૂ સાથે બેને પકડી પાડયા હતા.

ગરાળ ગામે પોલીસ જમાદાર એમ.આઇ. શેખએ ભાણજીભાઇ દેવસીભાઇ ડાભી રે. ગરાળ વાળાના કબ્જા માંથી પરપ્રાંતની ઇંગ્લીશ દારૂની ૪૦ બોટલ રૂ. ૨૦૦૦/- ની કિંમત સાથે પકડી પાડેલ છે.

એહમદપુર માંડવી ચેક પોસ્ટ ઉપર પોલીસે હેડ કોન્સ્ટેબલ એ.આર. મકવાણા એ દિવ તરફથી આવતો આશીફ મહમદ રહે. વેરાવળ વાળાને ઉભો રાખી તપાસ કરતા પરપ્રાંતની ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૭ થેલીમાં છુપાવી લઇ જતો હોય રૂ. ૩૩૦૦નાં મુદ્દામાલ સાથે પકડી પાડેલ હતો બંન્નેને ઉના લાવી ધરપકડ કરી ગુનો દાખલ કર્યો હતો.(૧.૭)

(10:30 am IST)