Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

બ્રિજેશ મેરજાને હોસ્પિટલમાંથી રજાઃ ૧૦ દિ' આરામની સલાહ

રાજકોટ, તા. ૨૯ :. મોરબીના કોંગી ધારાસભ્ય અને પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ શ્રી બ્રિજેશ મેરજાને સખત તાવ અને પથરીની તકલીફના કારણે ગયા અઠવાડિયે તબિયત લથડતા પહેલા ગાંધીનગર સિવીલ હોસ્પિટલમાં અને ત્યાર બાદ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયેલ. જ્યાં એકધારી સારવારથી તબિયતમાં ધરખમ સુધારો થતા ગઈકાલે રજા આપવામાં આવી છે. તબીબોએ ૧૦ દિવસ આરામની સલાહ આપતા હાલ તેઓ ગાંધીનગર ખાતે પોતાના નિવાસ સ્થાને આરામ કરી રહ્યા છે. તબિયત સારી છે.

(3:37 pm IST)